તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લામાં વધુ 14094 નવા મતદારો ઉમેરાયા

રાજકોટ જિલ્લામાં વધુ 14094 નવા મતદારો ઉમેરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર.રાજકોટ

રાજકોટજિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે 2088 બૂથો પર બીએલઓએ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી હાજર રહી ખાસ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ફોર્મ નં.6 ભરીને 14094 નવા મતદારોના નામનો ઉમેરો થયો હતો. જ્યારે નામ કમી કરવા માટેના ફોર્મ નં.7 3603 મતદારોએ ભર્યા હતા. તેમજ નામ, અટક, સરનામા સુધારવા માટેના ફોર્મ નં.8 7254 મતદારોએ ભર્યા હતા તેમજ એક વિધાનસભા વિસ્તારમાં સ્થળ ફેરફાર માટેનું ફોર્મ નં.8 1540 મતદારોએ ભર્યું હતું. જો કે મતદાર સુધારણા યાદીની જુંબેશમાં વધુ નામો મતદાર નામો ઉમેરાય તેવી પણ સંભાવના છે.

રવિવારે 2088 બૂથો પર બીએલઓએ હાજર રહી ખાસ ઝુંબેશ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...