તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • { રાજકોટ | રાજકોટબ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રૂપ ટ્રસ્ટ દ્વારા 28મી

{ રાજકોટ | રાજકોટબ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રૂપ ટ્રસ્ટ દ્વારા 28મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ રાજકોટ | રાજકોટબ્રહ્મક્ષત્રિય યુવા સોશિયલ ગ્રૂપ ટ્રસ્ટ દ્વારા 28મી સપ્ટેમ્બરના રાતે 7 કલાકે વેલકમ નવરાત્રી 2016નો કાર્યક્રમ, બાલભવન, રેસકોર્સ, પ્રવેશ કિસાનપરા ચોકથી યોજાશે. દરેક ખેલૈયાઓ, જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા ટ્રસ્ટે આમંત્રણ પાઠવ્યું છે.

{રાજકોટ | સરગમચિલ્ડ્રન ક્લબ દ્વારા ચિલ્ડ્રન ક્લબના 4 હજાર બાળકો માટે એક દિવસીય દાંડિયારાસનો કાર્યક્રમ 30મી સપ્ટેમ્બરના સાંજે 6 થી 8 ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે. વન ડે દાંડિયારાસમાં વેલડ્રેસ અને પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામો અપાશે. વર્ષ 6 થી 10 અને 11 થી 14માં ગર્લ્સ, બોયઝમાં ચાર ગ્રૂપ મુજબ ઇનામ અપાશે. સરગમ ચિલ્ડ્રન ક્લબ દ્વારા 1થી 9મી ઓક્ટોબર સુધી કનૈયાનંદ રાસોત્સવ યોજાશે. ફોર્મ સરગમ ક્લબના તમામ વિભાગમાં મળી શકશે. ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સભ્યો સહકાર આપશે.

{રાજકોટ | ગજ્જરજીએચપી ગ્રૂપ દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવ 27મી સપ્ટેમ્બરના સાંજે 6 થી 11 ટાગોર રોડ, વિરાણી સ્કૂલ ખાતે.

{રાજકોટ | બ્રહ્મસમાજકો.અોપ.હાઉસીંગ સોસાયટી રાજકોટની વાર્ષિક સાધારણ સભા 29મી સપ્ટેમ્બરના સવારે 10.30 કલાકે સોસાયટીના કાર્યાલય, બ્રહ્મસમાજ સોસાયટી, રૈયા રોડ રાજકોટમાં મળશે.

{રાજકોટ | જંક્શનપોલીસ ચોકી પાસે, ગીતા વિદ્યાલયમાં 1 થી 10મી ઓક્ટોબર સુધી નવરાત્રી આરાધના પર્વ સાંજે 5 થી 6.30 ઉજવાશે. સામૂહિક પાઠ સહિતના કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...