તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભગવતીપરાનો શખ્સ પિસ્ટલ સાથે ઝડપાયો

ભગવતીપરાનો શખ્સ પિસ્ટલ સાથે ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરચોકડીથી આગળ રોણકી ગામના પાટિયા પાસે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે આંટાફેરા કરી રહ્યાની ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર.સી.કાનમિયાને હકીકત મળતા પીઆઇ એચ.એમ.ગઢવી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર હાજર ભગવતીપરાની બોરીચા સોસાયટીમાં રહેતા યોગેશ બાબુ માવલા (ઉ.વ.21)ને સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટની રૂ.10 હજારની કિંમતની એક પિસ્ટલ અને એક જીવતો કાર્ટિસ મળી આવતા હથિયાર કબજે કરી તેની ધરપકડ કરી હતી. હથિયાર ક્યાંથી આવ્યું, કોણ આપી ગયું અને હથિયારનો ગુનાહિત કૃત્યમાં ઉપયોગ થયો હતો કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...