તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તંત્રની બલિહારી | રાજકોટ શહેરના અનેક રસ્તાઓ રાહદારી અને વાહનચાલકો માટે જોખમી

તંત્રની બલિહારી | રાજકોટ શહેરના અનેક રસ્તાઓ રાહદારી અને વાહનચાલકો માટે જોખમી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આનંદ બંગલા ચોક, મવડી રોડ

મક્કમ ચોક, ગોંડલ રોડ

રાજકોટમાં નજીકના ભૂતકાળમાં બનેલા નવા નક્કોર રસ્તાઓ પર સામાન્ય એવા વરસાદમાં પણ તોતિંગ ગાબડા પડી ગયા છે. વરસાદ રહી ગયાને દિવસો વિતી ગયા પરંતુ, રસ્તા પરથી નિયમિતપણે નીકળતા મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને રાહદારીઓની મુશ્કેલી નજરે પડતી નથી. વોર્ડના કોર્પોરેટરથી માંડી ઉપર સુધી ટકાવારીના ભ્રષ્ટ વહિવટ હેઠળ બનતા ડામર રોડમાંથી વર્ષે લાખો રૂપિયાની મલાઈ તારવી લેવામાં આવે છે. જે રસ્તા પરથી ભ્રષ્ટાચારના પોપડાં ઉખેડાઈ છે ત્યાં ચોમાસા પછી પર થૂંકના સાંધા લગાવી દેવામાં આવે છે. તસવીરમાં રસ્તાઓની જે દુર્દશા દેખાઈ રહી છે તેવી હાલત શહેરના અનેક વિસ્તારોમાં છે. અમુક ગાબડાંમાંથી તો રિતસર ડામરના બદલે પથ્થર અને ધૂળના ઢેફા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...