તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નીલસિટી ક્લબના રાસોત્સવનું સ્થળ બદલાવવા રાજ્યગુરુ ‘રાજી’

નીલસિટી ક્લબના રાસોત્સવનું સ્થળ બદલાવવા રાજ્યગુરુ ‘રાજી’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાકાલાવડ રોડ પર યુનિવર્સિટીના ગેટ પાસે સંજયરાજ એસ્ટેટમાં આવેલા કોમન પ્લોટનો ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગેરકાયદે કબજો લીધાના મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા રેલી કાઢી ઉગ્ર આંદોલન કરી કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્રને આધારપુરાવા સાથે રજૂઆત કર્યા બાદ હવે ઇન્દ્રનીલે અન્ય સ્થળે દાંડિયારાસ યોજવાની જાહેરાત કરી છે, જ્યારે બીજીબાજુ સોસાયટીના રહીશોએ કોમન પ્લોટનો કબજો સંભાળી ત્યાં પ્રાચીન રાસ યોજવાનું આયોજન કર્યું છે.

ધારાસભ્ય સામે આંદોલન છેડનારા હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ 10 વર્ષથી સોસાયટીના કોમન પ્લોટમાં કોમર્શિયલ એક્ટિવીટી કરતા હતા અને તેમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. કેટલું ફંડ ભેગું કર્યું છે, તે કયાં વાપર્યું છે, સહિતના મુદ્દે તંત્રે તપાસ કરવી જોઇએ. ઉપરાંત અગાઉ કરાયેલા દાંડિયારાસની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, મંજૂરી વગર દાંડિયારાસનું આયોજન કરાતું હતું તો તેની જવાબદારી કોની, તેમાં થયેલી આવક ઇન્કમટેક્સના ક્રાઇટેરિયામાં આવે છે કે કેમ, મનોરંજન કર ભરાયો છે કે કેમ, કોમન પ્લોટમાં ક્લબની એક્ટિવિટી કરી શકાય કે કેમ, સહિતના મુદ્દે તપાસ થવી જોઇએ.

કોમન પ્લોટનો કબજો બે દિવસ પહેલા પોલીસ કમિશનરની સૂચના બાદ પી.આઇ. ઝાલાને સાથે રાખી સોસાયટીના રહીશોએ સંભાળી લીધો હતો. તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનો કોઇ માલિકી હક્ક હોય અને તેના બળજબરીથી કબજા અંગે તંત્રે તપાસ શરૂ કરતા કબજો સોંપવાની ફરજ પડી છે. હાલમાં સોસાયટી કોમન પ્લોટમાં પ્રાચીન રાસનું આયોજન કરી રહ્યું છે. લડત ચલાવનારી કોર કમિટીના સભ્યોને સમાધાન માટે બોલાવનારા ધારાસભ્ય રાજ્યગુરુએ ધુમાડાબંધ જમાડવાની લાલચ આપી હતી. જેનો તમામ સભ્યે ઇનકાર કરી દીધો હતો.

સોસાયટીના રહીશોની લાગણીને ધ્યાનમાં રાખી દાંડિયારાસનું સ્થળ ફેરવ્યું છે

ધારાસભ્યઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, સોસાયટીના આગેવાનો સાથે રવિવારે રાત્રે મિટિંગ યોજી હતી. જેમાં 10 વર્ષથી તમે દાંડિયા યોજવા દયો છો તો વર્ષે યોજવા દેવા રજૂઆત કરી હતી, પરંતુ સોસાયટીના રહીશોએ ના પાડતાં અને તેમને પ્રાચીન ગરબી યોજવી હોય તેથી મારા અર્વાચીન દાંડિયારાસનું સ્થળ ફેરવવા નિર્ણય કર્યો છે.

સોસાયટીવાસીઓએ પ્લોટનો કબજો સંભાળી લીધો

કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલે 10 વર્ષ કોમર્શિયલ એક્ટિવિટી કરી કેટલું ફંડ કર્યું તેની તંત્રે તપાસ કરવી જોઇએ: હર્ષવર્ધનસિંહ જાડેજા

અન્ય સમાચારો પણ છે...