• Gujarati News
  • National
  • લોહાણા મંડળ દ્વારા સમૂહ લગ્ન, યજ્ઞોપવિતનો સમારોહ

લોહાણા મંડળ દ્વારા સમૂહ લગ્ન, યજ્ઞોપવિતનો સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સેવા સમિતિ દ્વારા લગ્ન ઉત્સુકોનો પસંદગી મેળો
રાજકોટ : અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ગુજરાત સેવા સમિતિ સર્વજ્ઞાતિ અભિયાન જાતિ તોડો સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિના યુવક યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ફોર્મ ધોરણ 10થી ઉપરના અભ્યાસ કરનાર અને તબીબો, વકિલો, એન્જિનિયરો, શિક્ષકો, વધુ અભ્યાસ કરતા લોકો પોતાનું ફોર્મ ભરી શકશે. ફેબ્રઆરી માસમાં કાર્યક્રમ યોજાશે. ફોર્મ ભરવા માટ સંસ્થાના કાર્યાલયનો હરીદ્વાર શોપીંગ સેન્ટર-2, ઓફિસ ન઼-116, ગોકુલધામ મેઇન રોડ રાજકોટનો સંપર્ક સાધવો.


લોહાણા મંડળ દ્વારા સમૂહ લગ્ન, યજ્ઞોપવિતનો સમારોહ
રાજકોટ : લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા 4 માર્ચના 51મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિતનો કાર્યકરમ રેસકોર્સ મેદાનમાં યોજાશે. સમૂહ લગ્નમાં નવ દંપતિઓને રાજદેવ પરિવાર અને વિવિધ દાતાઓ તરફથી અનેક ગૃહ ઉપયોગી વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. 51માં સમૂહ લગ્ન માટે બે પાસ પોર્ટ ફોટા કલર, આઇ.ડી. પ્રુફ જન્મનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, જ્ઞાતિનો દાખલો સંસ્થાના કાર્યાલય લોહાણા મંડળના કાર્યાલય સાંગણવા ચોક, મહાજન વાડી બિલ્ડિંગ, કોટક શેરીએ પહોંચાડવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...