તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શાપર વેરાવળમાં ઇએસઆઇની કેન્દ્રે મંજૂરી આપી, રાજ્ય સરકાર તૈયાર નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપર-વેરાવળમાં ઇએસઆઇની કેન્દ્રે મંજૂરી આપી, રાજ્ય સરકાર તૈયાર નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાપર-વેરાવળતથા આસપાસના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 80 હજારથી વધુ કામદારો કામ કરી રહ્યા છે. પણ કમભાગ્યે ઔદ્યેાગિક ઝોનમાં એક પણ સરકારી આરોગ્ય કેન્દ્ર નથી. કામદારોને ઇજા થાય કે પછી ઔદ્યોગિક પ્રદૂષણ થકી કોઇ બીમારીનો ભોગ બને ત્યારે ફરજિયાત ખાનગી દવાખાનામાં સારવાર લેવા જવી પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી ઇએસઆઇ યોજના હેઠળ વિસ્તારને આવરી લેવાની મંજૂરી મળી ગઇ છે, પરંતુ તબીબી સ્ટાફ તથા અન્ય કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવાની હોવાથી કામ અટકી ગયું છે. ઇએસઆઇ કોર્પોરેશન તરફથી મંજૂર કરેલી ફાઇલ હાલ ધૂળ ખાઇ રહી છે.

કેન્દ્ર સરકારે કામદાર રાજ્ય વીમા કોર્પોરેશનની રચના કરી કામદાર રાજ્ય વીમા યોજના અમલમાં મૂકી છે. યોજના હેઠળ કામદારોના પગારમાંથી નજીવી રકમ કપાત થાય છે અને કામદાર તથા તેમના પરિવારે સારવારના લાભ મળે છે. યોજના શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકારે અંગે કોઇ નિર્ણય લીધો નથી. યોજનાના નિયમ મુજબ કેન્દ્ર સરકાર કામદારોના પગારમાંથી રકમ કપાત કરે છે અને રાજ્ય સરકારને તબીબી સારવાર આપવા માટે જરૂરી ગ્રાન્ટ આપે છે. તબીબી સેવા પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારની હોવાથી લાંબા સમયથી યોજના મંજૂર થઇ હોવા છતાં શાપર-વેરાવળમાં કામ શરૂ થયું નથી.

શાપર-વેરાવળમાં ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપથી થયો છે, તેની સામે સરકાર દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. શાપર-વેરાવળથી દર્દીઓને રાજકોટના સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે આવવું પડે છે.

કેન્દ્ર શરૂ થાય તો કામદારોને લાભ

^કામદારો અને તેના પરિવારજનોને ટૂંકા પગારમાં ટોકન રકમે તબીબી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે કામદાર રાજ્ય વીમા કોર્પોરેશનની રચના કરી કામદાર રાજ્ય વીમા યોજના દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે. શાપર-વેરાવળમાં ઇએસઆઇ યોજના હેઠળ દવાખાનું શરૂ કરવામાં આવે તો કામદારોને ટોકનદરે તેમના પરિવારને પણ લાખો રૂપિયાની સારવાર મળી શકે છે. > દિલીપભાઇઠાકર, સેક્રેટરી,સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘ

840 કેસવર્ષે ડિલિવરીના

10000 કેસવર્ષે બીમારીના

1320 કેસવર્ષે અકસ્માતના

80000 હજારકામદારો

શાપર-વેરાવળના કામદારોને સરકારી આરોગ્ય સુવિધાનો લાભ લેવા રાજકોટના ધક્કા થાય છે

ઇએસઆઇ કોર્પોરેશને સરવે કરી રાજ્યને સહયોગ આપવા અનુરોધ કરતી ફાઇલ ધૂળ ખાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો