તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રસિધ્ધિનું ઇન્જેક્શન લેવાની સમીર શાહની ઇચ્છા પર પાણી ફરી વળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસિધ્ધિનું ઇન્જેક્શન લેવાની સમીર શાહની ઇચ્છા પર પાણી ફરી વળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંરાજકોટમાં આફ્રિકા તથા સાઉથ અમેરિકાના દેશોમાં જવા માટે ફરજિયાત એવી યેલોફિવર રસીના લોકાર્પણ સમયે સસ્તી પ્રસિધ્ી મેળવવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીર શાહની મુરાદ પર ભાજપના અગ્રણીઓએ પાણી ફેરવી દીધું હતું. સમીર શાહ રસીનું પ્રથમ ઇન્જેકશન પોતાને મુકાય અને જાણે કે રસી ઉપલબ્ધ કરાવવામાં તેમનો સિંહ ફાળો છે તેવો દેખાવ કરવા માગતા હતા. પરંતુ ભાજપના અગ્રણીઓએ પોતી રીતે લોકાર્પણ કર્યું હતું. એટલું નહીં સમીર શાહને મંચ ઉપર સ્થાન પણ આપવામાં આવતા તેમણે ઓડિયન્સમાં બેસવું પડ્યું હતું.

સમીર શાહે એવી યોજના ઘડી હતી કે, મેયર ડો.જૈમન ઉપાધ્યાય વેક્સિનનું પ્રથમ ઇન્જેક્શન સમીર શાહને આપે. સમીર શાહ ઇન્જેક્શન લેવા હોંશે હોંશે કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. તે સમયે ત્યાં મેયર ઉપરાંત ધનસુખ ભંડેરી, ડે. મેયર ડો.દર્શિતા શાહ તથા ભાજપના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત હતા. સમીર શાહ ઇન્જેક્શન લેવા થનગની રહ્યા હતા, પરંતુ ભાજપના અગ્રણીઓએ પોતાની રીતે લોકાર્પણ કરવાનું નક્કી કરી લીધું હતું. સમીર શાહે માગેલું અને ઇચ્છેલું ઇન્જેક્શન મળ્યું. તેમણે એવી દલીલ પણ કરી કે, તેમના પ્રયત્નના કારણે રાજકોટમાં વેક્સિન ઉપલબ્ધ બની છે, પરંતુ તેમના દાવાને ભાજપ અગ્રણીઓએ રતીભાર પણ આવકાર આપ્યો. એટલું નહીં સમીર શાહને મંચ ઉપર સ્થાન પર મળ્યું. સમીરને અંતે ઓડિયન્સ વચ્ચે બેસી કાર્યક્રમ માણવો પડ્યો હતો.આ ઘટના વેપારી વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે.

ચેમ્બરમાં ભાજપના પગપેસારાના નિર્દેશ

વેક્સિનમાંભાજપે ભજવેલી ભૂમિકાને કારણે ચેમ્બરના રાજકારણમાં ભાજપના સક્રિય પગપેસારાના પણ એંધાણ મળી રહ્યા છે. બીજી તરફ ચેમ્બરની પ્રતિષ્ઠાનું પુન:સ્થાપન કરવા અને મહત્ત્વની સંસ્થાના પગદંડો જમાવવા ભાજપ સક્રિય બન્યું હોય તેવા નિર્દેશ પણ લોકાર્પણ સમારોહ થકી પ્રાપ્ત થયા હતા. ચાલુ માસના અંતમાં ચેમ્બરની ચૂંટણી જાહેર થઇ રહી છે, ત્યારે એક પેનલને ભાજપનું સમર્થન મળે તેવું લાગી રહ્યું છે.

યેલોફિવર વેક્સિન લોકાર્પણનો કાર્યક્રમ ભાજપે હાઇજેક કરી લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો