તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 1 એપ્રિલથી આધાર નહીં, તો સરકારી યોજનાનો લાભ નહીં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 એપ્રિલથી આધાર નહીં, તો સરકારી યોજનાનો લાભ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજ્યસરકાર દ્વારા આધારકાર્ડ કઢાવવા માટેની છેલ્લી મુદત 31 માર્ચ સુધીની આપવામાં આવી હતી. જે પૂરી થયા બાદ 1 એપ્રિલથી આધારકાર્ડ નહીં ધરાવતા લાભાર્થીઓને સરકારની કોઇપણ યોજનાનો લાભ નહીં મળે તેવી જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, કોઇપણ સરકારી યોજનાનો લાભ લેતા લાભાર્થીઓને આધારકાર્ડ કઢાવવા માટેની છેલ્લી મુદત 31 માર્ચ અપાઈ હતી. હવે જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તેમને સરકારી યોજનાનો લાભ નહીં મળે. જો કોઇ લાભાર્થીએ આધારકાર્ડ માટે અરજી કરી દીધી હશે તો તેને યોજનાનો લાભ મળી શકશે. રાજકોટ શહેર-જિલ્લામાં બીપીએલ, અંત્યોદય યોજના અને મા અન્નપૂર્ણા યોજનાના અંદાજે 3.25 લાખ લાભાર્થીઓ છે. જેમાંથી અંદાજે 80 ટકા જેટલા લાભાર્થીઓએ આધારકાર્ડ લિંકઅપની કામગીરી કરી છે, જ્યારે બાકીના લાભાર્થીઓએ આધારકાર્ડ નહીં કઢાવ્યું હોય તો તેમને 1 એપ્રિલથી ઘઉં, ચોખા, કેરોસીન, ખાંડનો જથ્થો નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો