તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોટા ઊપાડે જાહેરાત કરી દેવાયા બાદ સુરસુરિયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા ઊપાડે જાહેરાત કરી દેવાયા બાદ સુરસુરિયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્માર્ટ સિટીની પ્રપોઝલમાં આજી રિવરફ્રન્ટ યોજનાની બાદબાકી

રૈયાધારને ટ્રાન્ઝિટ ઓરીએન્ટેડ ઝોન તરીકે ડેવલપ કરાશે : રેસકોર્સ-2, 4 સ્થળે મલ્ટિલેવલ પાર્કિંગનો પ્રપોઝલમાં સમાવેશ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટનીમધ્યેથી પસાર થતી આજી નદી પર રિવરફ્રન્ટ યોજના સાકાર કરવાની વાત છેલ્લા એક દસકાથી થઇ રહી છે. મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સ્માર્ટ સિટીની પ્રપોઝલમાંથી બાદ કરી નાખવામાં આવ્યો છે. તેની જગ્યાએ રેસકોર્સ-2નો સમાવેશ કરાયો છે. ઉપરાંત રૈયાધાર વિસ્તારને ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન તરીકે ડેવલપ કરવામાં આવશે.

દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ચૂક્યો છે. અત્યાર સુધીના બે રાઉન્ડમાં રાજકોટનો સમાવેશ થઇ શક્યો નથી. બબ્બે વખત નિષ્ફળ રહ્યા બાદ કઇ જગ્યાએ કેટલી ત્રુટીઓ છે તેનો અભ્યાસ કરીને વખતે નવેસરથી પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રપોઝલ રાજ્ય સરકારમાં મોકલી ત્યાંથી કેન્દ્રમાં મોકલવામાં આવશે. રાજકોટ માટે હવે છેલ્લી તક છે.

સ્માર્ટ સિટીની યાદીમાં આવ્યું તો આવ્યું, નહીંતર કાયમ માટે નહાઇ લેવાની નોબત આવશે. સ્માર્ટ સિટી માટેની પ્રપોઝલ મુખ્યત્વે પાન સિટી આધારિત તૈયાર કરવામાં આવશે. જો કે તેમાંથી શહેરની મુખ્ય અને મહત્ત્વાકાંક્ષી યોજના એવી આજી રિવરફ્રન્ટની બાદબાકી કરી નાખવામાં આવી છે. તેના બદલે રેસકોર્સ-2 યોજનાનો સમાવેશ કરાયો છે. પ્રપોઝલ મુખ્યત્વે પાન સિટી એટલે કે, મહાપાલિકા વિસ્તારની તમામ પ્રકારની સમસ્યાઓનું સોલ્યુશન. ઉપરાંત પ્રદૂષણમુક્ત રાજકોટ, જાહેરમાં શૌચક્રિયામુક્ત રાજકોટ, પાણીની સમસ્યામુક્ત રાજકોટ, ટ્રાફિક સમસ્યામુક્ત રાજકોટ, કુપોષણમુક્ત રાજકોટ. આવા 10 લક્ષ્યાંક છે. દિશામાં રાજકોટે શું કર્યું છે અને આગામી દિવસોમાં શું આયોજન છે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. મહાપાલિકાએ તૈયાર કરેલી પ્રપોઝલ રાજ્ય સરકારમાં રજૂ થઇ ચૂકી છે. હવે ત્યાંથી કેન્દ્ર સરકારમાં મોકલાશે.

મનપાના સત્તાધીશોએ આજી રિવર ફ્રન્ટ સંદર્ભે મસમોટી જાહેરાતો કરી હતી. પરંતુ, ખાટલે મોટી ખોટ છે કે, સ્માર્ટ સિટી યોજનાની પ્રપોઝલમાંથી યોજનાની બાદબાકી કરી નાખી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો