તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભૂમાફિયા જયપાલ જાડેજા ચાર જિલ્લામાંથી તડીપાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાફિયા જયપાલ જાડેજા ચાર જિલ્લામાંથી તડીપાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવકોને ફસાવી બ્લેકમેઇલ કરતી યુવતી અને બે બૂટલેગર સહિત 4 પાસાના પીંજરે પૂરાયા

જમીન કૌભાંડ સહિતના ગુનાઓ નોંધાયા હતા

ગુનાખોરીઉપર અંકુશ લાદવા વારંવાર પોલીસ ચોપડે ચડતા અપરાધીઓ સામે કમિશનરે તડીપાર અને પાસાનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું છે. જમીન કૌભાંડ, બળજબરીથી મિલકત પડાવી લેવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ભૂમાફિયા જયપાલસિંહ જાડેજાને બે વર્ષ માટે 4 જિલ્લામાંથી તડીપાર કરવા હુકમ કરાયો છે.

જમીન કૌભાંડ અને બળજબરીથી મિલકત પડાવી લેવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા તેમજ તાજેતરમાં બલી ડાંગરને હથિયાર પૂરા પાડવા તેમજ આશરો આપવાની વ્યવ્સથા કરી દેવાના ગુનામાં જયપાલસિંહ મહિપતસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જયપાલ જાડેજાને નાયબ કમિશનર દ્વારા રાજકોટ શહેર-જિલ્લા, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગરમાંથી બે વર્ષ માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જ્યારે ફ્રેન્ડશિપના બહાને યુવકોને ઘરે બોલાવ્યા બાદ સાગરીતોની મદદથી બ્લેકમેઇલ કરીને નાણાં ખંખેરવાના ગુનામાં પકડાયેલી તેજલ ઉર્ફે કાજલ દીપક ટીડાણી (ઉ.વ.21) દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા બૂટલેગર દિલીપ કરસનભાઇ ચંદારાણા, ઇમરાન ઉર્ફે આલીબ અનીશભાઇ શેખ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા સિકંદર ઉર્ફે સિકો રસુલભાઇ કુરેશી સામે કમિશનર ગેહલોતે પાસાના વોરંટ ઇશ્યૂ કર્યા હતા. સંબંધિત અધિકારીઓને વોરંટની બજવણી કરી મહિલા સહિત ચારેયની પાસાતળે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો