તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 4 કિલોનો બોમ્બ મૂકીને નીતિન બાવાજીના મકાનને ઊડાવી દેવાનો કારસો રચ્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 કિલોનો બોમ્બ મૂકીને નીતિન બાવાજીના મકાનને ઊડાવી દેવાનો કારસો રચ્યો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલાવડ તાલુકાના બામણા ગામના દિનેશ પટેલને રાજકોટમાં કારખાનું પણ હતું

ખોડિયારનગરશેરી નં.3માંથી ત્રણ કિલો વિસ્ફોટક ભરેલો 4 કિલોનો ટાઈમ બોમ્બ મળી આવ્યાની ઘટનામાં રાજકોટ પોલીસને પણ કેટલીક મહત્ત્વની વિગતો મળી છે. ટાઈમ બોમ્બ જે મકાન પાસેથી મળ્યો હતો તે દલપતભાઈ વ્યાસના મકાનની બાજુમાં આવેલા નીતિનભાઈ બાવાજીના મકાનમાં બ્લાસ્ટ કરવાનો આરોપીનો પ્લાન હોવાનું સ્પષ્ટ થયું છે. દિનેશ પટેલે મકાન બે વ્યક્તિઓને વેચ્યું હતું. બાબતે વિવાદ થયો હતો અને પૂરા રૂપિયા મળતા મકાન બોમ્બ પ્લાન્ટ કરીને ધ્વસ્ત કરી નાખવાનું હતું. સદ્દનસીબે બોમ્બ ફૂટ્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. દિનેશ પટેલ કાલાવડ તાલુકાના બામણા ગામનો છે અને રાજકોટમાં છેલ્લા ચાર વર્ષથી રહેતો હતો અને વાવડીમાં કારખાનું પણ હતું. કુસંગત અને આર્થિક ખેંચના કારણે તે ઊંધા રવાડે ચડી ગયો હતો અને ક્રાઈમની આંટીઘૂંટીમાં સપડાયો હતો.

સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, દિનેશ પટેલે રિક્ષા ચલાવવાનો ધંધો કરતા નીતિન ગોરધનભાઈ બાવાજીને પાંચ લાખ રૂપિયામાં મકાન વેચ્યું હતું. જેના પેટે અઢી લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. મકાનનો સોદો પતે તે પહેલાં દિનેશ પટેલે ભગવાનજીભાઈ આહીર નામના વ્યક્તિ સાથે મકાનનો સોદો કરીને મકાનના બદલામાં ગોંડલ રોડ પર પરિન ફર્નિચરની પાછળ એક ફ્લેટ લીધો હતો. દિનેશ, તેની કહેવાતી પત્ની અંજુ અને બે બાળકો મકાનને તાળાં મારીને ભાગી છૂટ્યા બાદ મકાન ભાડેથી આપી દેવાયું હતું. જો કે નીતિનભાઈ બાવાજી ગત 28 જાન્યુઆરીએ પત્ની, બે બાળકો અને નાનાભાઈ સાથે મકાનમાં રહેવા આવી ગયા હતા. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ બોમ્બ પ્લાન્ટ કરાયાની ઘટના બની હતી. આમ દિનેશ પટેલનો પ્લાન દલપતભાઈ વ્યાસનું મકાન નહીં, પરંતુ નીતિન બાવાજીનું મકાન બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો.

}રંજન ઉર્ફે અંજુના ભાઇની 13-14 વર્ષ પહેલાં હત્યા થઇ હતી

રંજનઉર્ફે અંજુના એક ભાઇનું નામ દિનેશ હતું. દિનેશને આજથી 13-14 વર્ષ પહેલાં કુવાડવા ગામમાં કોઇની સાથે તકરાર થતાં હરીફ જૂથે દિનેશની હત્યા કરી નાખી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

}ફરાર દિનેશનો એક ભાઇ સુરતમાં બિલ્ડર છે

પોલીસસૂત્રોએજણાવ્યું હતું કે, નિકાવા નજીક બામણા ગામનો દિનેશ પટેલ સુખી-સંપન્ન પરિવારનો છે, કુસંગતે ચડ્યા પછી આર્થિક રીતે પાયમાલ દિનેશ અવળા રસ્તે ચડી ગયો હતો. દિનેશનો એક ભાઇ હાલમાં સુરત રહે છે અને ત્યાં મોટાગજાના બિલ્ડર તરીકે તેની ગણના થાય છે.

}રંજને 4 દિવસ પહેલાં જસદણમાં મકાન ભાડે રાખ્યું હતું

બોમ્બપ્રકરણમાં પોલીસ તપાસથી બચવા માટે દિનેશે મોરબીમાંથી ઉચાળા ભર્યા ત્યારે અંજુ પણ તેની સાથે હતી. મોરબી છોડ્યા પછી અંજુ થોડા દિવસ જસદણના કનેસરા ગામમાં રોકાઇ હતી અને 4 દિવસ પહેલાં જસદણમાં મકાન ભાડે રાખીને રહેવા ગઇ હતી.

પોલીસના આંટાફેરા વધતા દિનેશે મોરબીથી ઉચાળા ભરી ગયો હતો

બોમ્બપ્રકરણમાં માસ્ટર માઇન્ડ મનાતો દિનેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના વાવડી રોડ પર મકાન ભાડે રાખીને રંજન ઉર્ફે અંજુ અને અંજુના બે સંતાન સાથે રહેતો હતો. વિસ્તારમાં તેણે 3 મકાન ભાડે રાખ્યા હતા. આવક માટે તેણે મોરબી-સામખિયાળી રોડ પર હરિપર કેરાળા ગામમાં ભાડાની દુકાનમાં રેડીમેઇડ ગારમેન્ટનો ધંધો શરૂ કર્યો હતો. બોમ્બ પ્રકરણમાં બેટરી, ઘડિયાળના મશીનની તપાસ માટે પોલીસના મોરબીમાં આંટાફેરા વધી જતાં દિનેશ ભાગી ગયો હતો.

દિનેશે ઓળખ છુપાવવા માટે બોમ્બ મૂકવા પ્રવીણને મોકલ્યો હતો

જેવિસ્તારમાંથી ટાઇમ બોમ્બ મળ્યો હતો ખોડિયારનગરમાં દિનેશ અગાઉ લાંબો સમય રહ્યો હોવાથી વિસ્તારના લોકો તેને ઓળખતા હતા. બોમ્બ મૂકવા જાય તો ઓળખાઇ જવાની પૂરી સંભાવના હોવાથી દિનેશે કોઇ પણ રીતે પ્રવીણને ગુનાહિત કાવતરામાં સામેલ થવા તૈયાર કર્યો હતો. બોમ્બ તૈયાર થઇ ગયા પછી પ્રવીણ મારફત ખોડિયારનગરમાં બોમ્બ મુકાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

મકાન ઉડાવી દેવાનું હતું

મકાન પાસે બોમ્બ મૂકાયો હતો

બોમ્બ કેસના આરોપી પકડાયાની જાણ થતાં ખોડિયારનગરમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

નીતિનભાઈ ગોરધનભાઈ બાવાજીનું મકાન.

દલપતભાઈ વ્યાસનું મકાન.

દિનેશ સાથે રહેતી અને પોતાને દિનેશની પત્ની તરીકે ઓળખાવતી રંજન ઉર્ફે અંજુએ અગાઉ રાજકોટના એક ગરાસિયા શખ્સ સાથે લગ્ન કર્યા હતા. જેના થકી અંજુને બે બાળકો થયા હતા. જેમાં મોટો જયદીપ અને નાનો વિકી પણ સાથે રહેતા હતા. વિકીએ કોળી યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા બાદ તે રાજકોટ છોડીને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસ અને કોળી પરિવારનું દબાણ વધતા અંજુ, દિનેશ અને જયદીપ પણ ખોડિયારનગરમાં આવેલા મકાનને તાળાં મારીને ભાગી છૂટ્યા હતા.

દિનેશની કહેવાતી પત્નીએ અગાઉ ગરાસિયા શખ્સ સાથે લગ્ન કર્યા હતા

દિનેશ પટેલે એક મકાન બે વ્યક્તિઓને વેચતા વિવાદ થયો અને રૂપિયા મળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો