તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સ્કૂટરની ડેકી તોડી રૂ.1.82 લાખની તફડંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂટરની ડેકી તોડી રૂ.1.82 લાખની તફડંચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાસત્યસાંઇ હોસ્પિટલ રોડ પર મારુતિનગર શેરી નં.4માં રહેતા પરેશકુમાર જયંતીભાઇ વઢાણિયાએ જીજેવાયકેએન 7037 નંબરનું એક્ટિવા સ્કૂટર લઇને ઉદ્યોગનગર સ્ટેશન પ્લોટ પર આવેલા ઘિયા ટ્યૂબ કોર્પોરેશનની દુકાન પાસે પાર્ક કર્યું હતું. સ્કૂટરની ડેકીમાં રૂ.1 લાખ અને 82 હજાર રોકડા એક થેલામાં રાખ્યા હતા. પરેશભાઇ તેનું કામ નિપટાવીને પરત આવ્યા ત્યારે ડેકીનું તાળું તૂટેલું જોઇ ફાળ પડી હતી. ડેકીમાં નજર કરતા રોકડ ભરેલો થેલો ગાયબ હતો. કોઇ જાણભેદુએ હાથ સાફ કર્યો હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. અંગે ફરિયાદ પરથી પોલીસે તસ્કરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો