તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • DRDAના કર્મીઓ દ્વારા રેલી, ઉપવાસ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DRDAના કર્મીઓ દ્વારા રેલી, ઉપવાસ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિવિધ વિભાગોમાં 11 માસના કરારથી ફરજ બજાવતા અંદાજે 300 કર્મચારીઓએ વિવિધ માગણીઓના સંદર્ભમાં મંગળવારથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પ્રથમ દિવસે બહુમાળી ભવનથી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયા બાદ જુની કલેક્ટર કચેરીમાં આવેલી ગ્રામ વિકાસ એજન્સીની કચેરી સામે ઉપવાસ આંદોલન સાથે પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અાંદોલનને વિવિધ ગ્રામપંચાયતના સરપંચો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આંદોલનકારી કર્મચારીઓએ સવારે રેલી યોજ્યા બાદ અપાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ સરકારના વિવિધ વિભાગોમાં ગ્રામ વિકાસ અેજન્સીના કર્મચારીઓ કરારથી, આઉટસોર્સ એજન્સી કે રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. કર્મચારીઓ રાજ્યસ્તરથી ગ્રામ્યસ્તર સુધી કામગીરી બજાવે છે. સરકારના કોઇપણ મહત્ત્વના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવાની કામગીરી પણ કર્મચારીઓને બજાવવી પડે છે. આમ છતાં રાજ્યના અન્ય કર્મચારીઓની જેમ પગાર વધારો મળતો નથી.

15થી વધુ સરપંચોએ ટેકો જાહેર કર્યો

કોન્ટ્રાક્ટ કર્મીઓના આંદોલનનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો