તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધ્રોલમાં ધારાસભ્યની ગાર્ડી કોલેજમાં 7 કોપી કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલમાં ધારાસભ્યની ગાર્ડી કોલેજમાં 7 કોપી કેસ નોંધાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે ત્યારે પરીક્ષા ચોરી નાથવા માટે કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે કરેલા પ્રયાસો પર પરીક્ષા વિભાગનો સ્ટાફ પાણીઢોળ કરી રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પરીક્ષા વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ 37 કોપીકેસ નોંધાયા છે, જ્યારે ધ્રોલમાં ધારાસભ્યની ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સાત કોપીકેસ થયા હોવા છતાં ચેકિંગ સ્કવોડે માહિતી આપ્યાનું નિયામકે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ ઘટ્યા બાદ મંગળવારે ફરી 44 કોપીકેસ નોંધાયા છે. જસદણની આર્ટસ અને કોમર્સ કોલેજમાં બી.કોમ.સેમેસ્ટર-6ની પરીક્ષામાં 8 અને બી.એ. સેમેસ્ટર-6ની પરીક્ષામાં 2, વેરાવળની કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-6ની પરીક્ષામાં 2 અને બી.એ.સેમેસ્ટર-6ની પરીક્ષામાં 15 તથા કોડીનારની બે કોલેજોમાં બી.એ. સેમેસ્ટર-6ની કોલેજોમાં 10 કોપીકેસ નોંધાયા છે. ધ્રોલની ગાર્ડી કોલેજમાં ગયેલી ચેકિંગ સ્કવોડે સાત કોપીકેસ કર્યાની વિગતો જાણવા મળી છે. પરીક્ષા નિયામક અમિત પારેખે એવી વ્યથા વ્યક્ત કરી હતી કે, દરરોજ 60 થી 65 ચેકિંગ સ્કવોડ કોલેજોમાં તપાસ માટે મોકલીએ છીએ, તેમાંથી અમુક ચેકિંગ સ્કવોડના સભ્યો માહિતી આપતા નથી. તેથી મારી પાસે કોઇ જાતની માહિતી આવતી નથી.

યુનિ.ની પરીક્ષામાં વધુ 44 ગેરરીતિના કેસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો