તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇમ્પિરિયલ હાઇટસની 5 ઓફિસ, હોટેલ કાવેરી સહિત 300 મિલકત સીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇમ્પિરિયલ હાઇટસની 5 ઓફિસ, હોટેલ કાવેરી સહિત 300 મિલકત સીલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકાએ મંગળવારે એક દિવસમાં 300થી વધુ મિલકતને સીલ કરીને સપાટો બોલાવી નાખ્યો હતો. રૂ.50 હજારથી વધુ વેરો બાકી હોય એવા રીઢા બાકીદારોનું હિટલિસ્ટ તૈયાર થયું હતું અને વહેલી સવારથી ટેક્સ શાખા ઉપરાંત અન્ય બ્રાન્ચના સ્ટાફની ટીમને વોર્ડવાઇઝ મેદાનમાં ઉતારવામાં આવી હતી.

મહાપાલિકાના ચોપડે વર્ષોથી વેરો ચૂકવતા હોય એવા રૂ.70 હજાર જેટલા રીઢા બાકીદારો પાસેથી તંત્રને રૂ.235 કરોડથી વધુનો વેરો નીકળે છે. મનપાની લાખ તાકીદ છતાં વેરો ભરતા હોય એવા બાકીદારો ઉપર તવાઇ ઉતારવાનું શરૂ થયું છે. મંગળવારે એક દિવસમાં કુલ 300થી વધુ મિલકત સીલ થઇ હતી. પૈકી જાણીતી એવી મિલકતોમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ઇમ્પિયરિયલ હાઇટસમાં પાંચ દુકાન, કરણસિંહજી બાલાજી પાસે આવેલી હોટેલ કાવેરી, ક્રિસ્ટલ મોલમાં ત્રણ દુકાન, નક્ષત્ર-1માં આવેલી દુકાન, ન્યૂ બાપુનગરમાં એક શેડ, કેવડાવાડીમાં શિવ ઇન્ડસ્ટ્રીઝ, શિવરંજની એપાર્ટમેન્ટ, લક્ષ્મીવાડીમાં સુખરામ એપાર્ટમેન્ટમાં, યાજ્ઞિક રોડ પર આવેલા જનકપુરી હોલના બે યુનિટ, સાંગણવાચોકમાં મારૂતિનંદન એપાર્ટમેન્ટ, કડિયા નવલાઇનમાં યોગી સ્મૃતિ બિલ્ડિંગ, આનંદભુવન બિલ્ડિંગ, બંગડીબજારની બંધ શેરીમાં ગુંદાવાડી હાઉસ, કનક રોડ પર કાવેરી એન્ટરપ્રાઇઝ, લક્ષ્મીવાડી મેઇન રોડ પર ઉપાસના એપાર્ટમેન્ટ, પ્રહલાદ પ્લોટમાં માઇ મઢુલી બિલ્ડિંગ, પારેવડી ચોકમાં અક્ષરધામ કોમ્પ્લેક્સ, પેડક રોડ અને આર.ટી.ઓ. રોડ પર 30 સહિત એક દિવસમાં 300 મિલકતને તાળાં લાગ્યા હતા.

24 ટીમને મેદાનમાં ઉતારાઇ

ટેક્સશાખા ઉપરાંત તમામ બ્રાન્ચમાંથી સ્ટાફ લઇને 24 ટીમ બનાવવામાં આવી હતી. ટીમને વોર્ડવાઇઝ મેદાનમાં ઉતારવામાં આવી હતી. મિલકત સીલ કરવાની કામગીરીમાં 80થી વધુ બાકીદારોને છેલ્લી ઘડીએ રેચ આવતા ફટાફટ બાકીવેરાનો ચેક આપી દીધો હતો.

મનપાનો સપાટો, એક દિવસમાં ત્રણેય ઝોનમાં સંખ્યાબંધ બાકીદારોને સાણસામાં લીધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો