તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેવું વધી જતાં રિક્ષાચાલકે ઝેર ગટગટાવી લીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવું વધી જતાં રિક્ષાચાલકે ઝેર ગટગટાવી લીધું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીગ્રામવિસ્તારમાં શાસ્ત્રીનગરમાં રહેતા નયનભાઇ જેરામભાઇ કબર (ઉ.વ.46) શીતલ પાર્ક બસ સ્ટેન્ડ નજીક સોમવારે સાંજે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. નયનભાઇને સંતાનમાં બે પુત્રી, એક પુત્ર છે. રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા નયનભાઇએ એક માસ પહેલાં પુત્રીના લગ્નનો પ્રસંગ પતાવ્યો હતો. આર્થિક ભીંસ અને દેવું વધી જતાં લેણદારોને ચૂકવવાના નાણાંની વ્યવસ્થા નહીં થઇ શકતા આવું પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જ્યારે ઘરના મોભીએ દેવું વધી જતા આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવથી પરિવારજનો ચિંતાની ખાઈમાં ગરક થઈ ગયા છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો