તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યાજખોરોની સતત ધમકીથી ગભરાઈને મહિલાનું વિષપાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોની સતત ધમકીથી ગભરાઈને મહિલાનું વિષપાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંજીવાડામાંરહેતા માનુબેન ધીરુભાઇ દેગામાએ વ્યાજખોરની ધમકીથી ડરીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પતિની સારવાર માટે મહિલા સહિત 5 વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા, નાણાંની ઉઘરાણી કરીને મકાન પડાવી લેવાની ધમકી આપી હોવાથી આવું પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી.

માનુબેન ધીરુભાઇ દેગામાએ આરોપી તરીકે વિજય કોળી, બાબુભાઇ, મુરાદબેન હાસમભાઇ, તેજાભાઇ ચનાભાઇ સાકરિયા અને તુષાર કોળી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 6 માસ પહેલાં પતિની સારવાર માટે નાણાંની જરૂર પડતાં ઉપરોક્ત શખ્સો પાસેથી કુલ રૂ.2 લાખ 20 હજાર વ્યાજે લીધા હતા.

વ્યાજખોરો દ્વારા ઉઘરાણી માટે ધમકી અપાતી હતી. વ્યાજખોરો મકાન પડાવી લેવા માટે ખૂન કરી દેવાની ધમકી દેવાનું શરૂ કર્યું હતું. સતત ધમકીથી ડરીને તેમણે આવું પગલું ભરી લીધું હતું. એએસઆઇ દિલીપસિંહ ઝાલાએ આરોપી વિજય રંગપરાની ધરપકડ કરી છે.

પતિની સારવાર માટે 2.20 લાખ વ્યાજે લીધા’તા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો