તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 2 મિનિટ રેઢી પડેલી કારમાંથી 3 લાખ ભરેલી બેગની તફડંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 મિનિટ રેઢી પડેલી કારમાંથી 3 લાખ ભરેલી બેગની તફડંચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંકે.કે.વી. સર્કલ નજીક માત્ર 2 મિનિટ માટે રેઢી પડેલી કન્ટ્રક્શન કંપનીની કારનો દરવાજો ખોલી અંદરથી રોકડા રૂ.3 લાખ અને હિસાબી સાહિત્ય, એટીએમ કાર્ડ સહિતના અગત્યના દસ્તાવેજ સાથેની બેગ તફડાવીને રફુચક્કર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બેકબોન કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ટીકુકુમાર રાપ્રસાદ સોની (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સોમવારે બપોરે 11:45 કલાકે કંપનીના મેનેજર એસ.કે.કુરેશી સાથે ઇનોવા કારમાં કાલાવડ રોડ પર કંપનીની હેડ ઓફિસે ગયા હતા. ત્યાંથી બેગમાં રૂ.3 લાખ લીધા હતા. મેનેજરને કે.કે.વી.ચોક નજીક બેંક ઓફ ઇન્ડિયામાં કામ હોવાથી કાર ઊભી રખાવીને બન્ને બેંકમાં ગયા ત્યારે ડ્રાઇવર દિલીપભાઇને પાછળની સીટમાં રાખેલી બેગનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી.

ડ્રાઇવર દિલીપભાઇ કારમાં બેઠા હતા ત્યારે અેેક્સિસ બેંકના પરિચિત એકાઉન્ટન્ટ વિવેકભાઇ ઊભા હોવાથી દિલીપભાઇ તેને કાર પાસે મળીને બે મિનિટમાં પરત આવી ગયા હતા. ટીકુકુમાર અને મેનેજર આવી પહોંચતા બંનેને કારમાં બેસાડીને કંપનીની ઓફિસે જવા રવાના થયા હતા. કોટેચા ચોકમાં પહોંચ્યા ત્યારે બેગ નજરે નહીં ચડતા પરત કે.કે.વી ચોકમાં જઇને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે 20થી 30 વર્ષનો યુવક કારનો દરવાજો ખોલી બેગ લઇને ભાગતો નજરે ચડ્યો હતો.

બેકબોન કંપનીના કર્મચારી સાથે કે.કે.વી.ચોકમાં બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો