તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તબીબનું લેપટોપ ચોરનાર રીઢો તસ્કર પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબનું લેપટોપ ચોરનાર રીઢો તસ્કર પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનામવારોડ પર ટ્વિન ટાવર ફ્લેટમાં રહેતા ડો.ગૌરાંગભાઇ રમેશચંદ્ર ઠક્કરના ફ્લેટમાંથી 8 દિવસ પહેલાં રૂ.30 હજારના કિંમતના લેપટોપની ચોરી થઇ હતી. તાલુકા પોલીસમથકના નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ આહીરે આસપાસના સીસીટીવી ફૂ઼ટેજ મેળવીને તપાસ કરતા ચોરીમાં લક્ષ્મીના ઢોળા પાસે રહેતા અઠંગ તસ્કર આશિષ ઉર્ફે આશિયો અમૃતભાઇ ચૌહાણની સંડોવણી સ્પષ્ટ થઇ હતી. પોલીસે આરોપી આશિષને ઝડપી લઇ લેપટોપ કબજે કર્યું હતું. આશિષ અગાઉ 20 લાખની ચોરી સહિત ચોરીના ગુનામાં પકડાયો હતો, તેમજ 1 માસ પહેલાં જેલમાંથી છૂટ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આશિષના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાવાની પોલીસે આશા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો