તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા લોક કલ્યાણ અર્થે ઉનાળામાં વિવિધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા લોક કલ્યાણ અર્થે ઉનાળામાં વિવિધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા લોક કલ્યાણ અર્થે ઉનાળામાં વિવિધ જીવદયા અને લોક ઉપયોગી કાર્ય હાથ ધરવામાં આવશે. જેમાં નિ:શુલ્ક છાશ વિતરણ, જળ સેવા, જરૂરિયાતમંદોને ચપ્પલ, ટોપી, ચશ્મા આપવા તથા ચકલીના માળા, ચણની ડીશ, માટીના પાણીના કુંડા નિ:શુલ્ક વિતરણ કરવાનો સમાવેશ છે. પર્યાવરણની જાળવણી અર્થે ઉપરોક્ત અભિયાનમાં જોડાવા ઇચ્છુકોએ ટ્રસ્ટે અપીલ કરી છે. ઉપરાંત મિલપરા-1, સેવા ભવન ખાતે ડો.મનીષાબેન પંડ્યા દર ગુરુવારે સાંજે 4 થી 5 નિ:શુલ્ક નિદાન કરી દર્દીઓને સાજા થાય ત્યાં સુધી દવાનું નિ:શુલ્ક વિતરણ કરશે. જૂના હઠિલો રોગ, સ્ત્રી રોગ, ચામડી, પાંચનને સંબંધી દર્દમાં નેચરોપેથી પધ્ધતિથી નિદાન કરી સારવાર અપાશે. ટ્રસ્ટ તરફથી અનેકવિધ લોક ઉપયોગી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સહકાર આપવા ઇચ્છુકોએ શક્તિકૃપા, કાલાવડ રોડ રાજકોટ ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.

માળા, પાણીના કુંડા વિતરણ તથા લોક ઉપયોગી કાર્યો કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો