તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સર્વોદય કોલેજ, જાની કેસની તપાસ માટે કમિટીની રચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વોદય કોલેજ, જાની કેસની તપાસ માટે કમિટીની રચના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીડીએમકોલેજ કેમ્પસ ખાતે આવેલી સર્વોદય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજને ગેરકાયદેસર મંજૂરી અપાયાના કેસમાં રાજ્યપાલ દ્વારા તપાસના આદેશ કરાયા બાદ કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા ત્રણ સભ્યોની તપાસ કમિટીની રચના કરી તેમને સર્વોદય કોલેજ અને કમલેશ જાનીના પ્રકરણ અંગે એક માસમાં તપાસ રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.

પીડીએમ કોલેજમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજને ગેરકાયદેસર મંજૂરી અપાયાના પ્રકરણમાં રાજ્યપાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને તપાસનો આદેશ કર્યો હતો. પ્રકરણમાં પીડીએમ કોલેજના પ્રિન્સિપાલ સામે પણ તપાસ કરવા આદેશ કરાયા હતા. જેના અનુસંધાને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન ડો.ક્રિપાલસિંહ આર.પરમાર, નિવૃત્ત રજિસ્ટ્રાર વી.એલ. જોશી અને ફાર્માસ્યૂટિકલ વિભાગના વડા ડો.મિહીર રાવલને તપાસના આદેશ કરાયો છે અને એક માસમાં તપાસનો રિપોર્ટ સુપરત કરવાનો પણ હુકમ કરાયો છે.

કમિટીને કૌભાંડનો રિપોર્ટ એક માસમાં આપવા આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો