તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાણિજ્ય વ્યવસ્થાનું પેપર કોર્સ બહારનું નીકળતા છાત્રોમાં દેકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાણિજ્ય વ્યવસ્થાનું પેપર કોર્સ બહારનું નીકળતા છાત્રોમાં દેકારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો.12કોમર્સમાં મંગળવારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર બોર્ડની બ્લુ પ્રિન્ટ બહારનું નીકળતા વિદ્યાર્થીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં નીકળુ હોય તેવું અઘરું પેપર વાણિજ્ય વ્યવસ્થામાં નીકળતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભારે મૂંઝાયા હતા.

બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં ચેપ્ટર નંબર 15 અને 16માં કયારેય 5 માર્કસનો પ્રશ્ન પૂછવાનો હોતો નથી અને તેમાંથી માત્ર ભાગ-એ, સી અને ડીના પ્રશ્નો પૂછવાના હોય છે તેના બદલે ભાગ-ઇના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભાગ-એમાં 10 ગુણના એમસીક્યૂમાં જે વિધાન પૂછવા જોઇએ તેમાં આગળનો શબ્દ પાછળ અને પાછળનો શબ્દ આગળ મૂકી દેતાં વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના 16 ચેપ્ટરમાંથી સૌથી વધુ ગુણ આયોજનના ચેપ્ટરના હોય છે અને તેમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછવાની બોર્ડની ગાઇડલાઇનનો પણ પેપર સેટરે ભંગ કરતા વિષય નિષ્ણાતો અને સ્કૂલ સંચાલકોમાં પણ ભારે દેકારો બોલી ગયો છે. ઉપરાંત ગ્રાહક જાગૃતિના ચેપ્ટર-14 વર્તમાન સમયમાં સૌથી ઉપયોગી ચેપ્ટર છે તેમાંથી ભાગ-ઇમાં પ્રશ્નો પૂછવા જોઇએ તેના બદલે તેમાંથી ભાગ-બી અને સીના નાના પ્રશ્નો પૂછાયા હતા. અઘરા પેપરથી વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો છે.

હોશિયાર વિદ્યાર્થીઓ પણ સ્કોર નહીં કરી શકે

^સામાન્યરીતે નિયમ મુજબ બોર્ડની પરીક્ષામાં કોઇપણ પેપર બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબના નીકળતા હોય છે ત્યારે પ્રથમ વખત વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનુું પેપરમાં બ્લુ પ્રિન્ટ મુજબ પેપર કાઢવામાં આવ્યું નથી. હોશિયાર વિદ્યાર્થીઓ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયારી કરી હોય તેઓ સ્કોર કરી નહીં શકે અને છેલ્લે છેલ્લે તૈયારી કરનારા નબળા વિદ્યાર્થીઓના પેપરો ઉદારતાથી નહીં ચકાસાય તો દાંડી ગુલ થવાની એટલે કે નાપાસ થવાની શક્યતા નકારી શકાય નહીં. > ભાવેશભાઇજોશી, શિક્ષક,મુરલીધર હાઇસ્કૂલ

ધો.12 કોમર્સમાં અત્યાર સુધીનું સૌથી અઘરું પેપર નીકળ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો