તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટમાં અંગદઝાડતો તડકો, તાપમાન 39 ડિગ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં અંગદઝાડતો તડકો, તાપમાન 39 ડિગ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંઉનાળા પ્રારંભે અંગદઝાળતો તડકો પડી રહ્યો છે. મંગળવારે રાજ્યના 9 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી ગયું હતું. રાજકોટ, સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગર મહત્તમ તાપમાન 39 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા.

રાજકોટમાં સવારનાં 11 વાગ્યા બાદ ગરમીના પ્રકોપને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. જો કે, હજુ આગામી એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો ઉંચકાવાની સંભાવના હોવાથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય પવનો શરૂ થયાં છે, પણ મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 39 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22થી 24 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેમાં રાજ્યનાં નવ શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી જતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 39.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને 39 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ અને વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ કંડલા એરપોર્ટ 38.6 અને ગાંધીનગર- 38.5, ભાવનગર 37.4, પોરબંદર 36.2, ભુજ 38.4 તેમજ અન્ય શહેરોમાં ગરમીનો પારો 28થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.

આકરા તાપથી બચવા ઓઢણીનું આવરણ.

ઉનાળાના પ્રારંભે આકરા તાપથી લોકો ત્રાહિમામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો