• Gujarati News
  • National
  • ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

રાજ્ય સરકારે મવડી અને રૈયા રોડના બ્રીજની લંબાઈમાં વધારો કરતા મહાનગરપાલિકા ઉપર વધારાનો 15 કરોડ રૂપિયાનો બોજો આવ્યો છે. આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. આ ઉપરાંત શહેરની 4.28 લાખ મિલકતોના વેરાની ગણતરી નવા નાણાકીય વર્ષથી કાર્પેટ એરિયા મુજબ કરવા માટે શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં કાર્પેટ એરિયાના દર નક્કી કરતી દરખાસ્ત કમિશનરે મોકલી છે. જેમાં રહેણાકમાં પ્રતિ ચોરસ મિટરના ન્યૂનત્તમ રૂ.10 અને મહત્તમ 40, બિનરહેણાકમાં 20થી 80 રૂપિયા રાખવા દરખાસ્ત કરી છે. આ ઉપરાંત સત્યસાંઇ રોડ, એજી સ્ટાફ ક્વાર્ટર રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન, મનપાની વધુ બિલ્ડિંગ પર સોલાર સિસ્ટમ, બે સ્થળો પર ગાર્ડન, મહિલા સ્વીમિંગ પુલનો વધારાનો ખર્ચ સહિતની 51 દરખાસ્ત અંગે શનિવારે નિર્ણય લેવામાં આવશે.

150 ફૂટ રિંગરોડ પર મવડી અને રૈયા ચોકડી પર બનતા ફ્લાય ઓવરબ્રિજની ડિઝાઇનમાં સરકારે ફેરફાર કરતા ખર્ચમાં 15.17 કરોડનો વધારાનો ખર્ચ થશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં મવડી ઓવરબ્રિજ અગાઉ 22.66 કરોડ અને રૈયા ચોકડી ઓવરબ્રિજ 25.80 કરોડના ખર્ચે મંજૂર થયો હતો. સરકારે આ બન્ને બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરી લંબાઇ 50-50 મીટર વધારી દીધી છે. આ ઉપરાંત નવી ગાઇડલાઇન મુજબ કોલમના ખાડામાં મોરમના બદલે કોંક્રિટથી બૂરવા ફરજિયાત કર્યા છે. જેના કારણે બ્રિજ મજબૂત બનશે. સરકારે લંબાઇમાં બ્રિજમાં કુલ 200 મીટરનો વધારો કરતા એક બ્રિજે 7.56 કરોડનો વધારાનો ખર્ચ થશે.

કમિશનરે કાર્પેટ એરિયા મુજબ વેરાની આકારણી કરવાની દરખાસ્ત કરી છે. જેમાં શહેરને 2800 પાર્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને આર્થિક માપદંડ પર ચાર ગ્રેડ આપવામાં આવ્યા છે. જેમાં 1.20થી 2.75 રૂપિયા ભાવાંક નક્કી કરાયો છે. રહેણાક મિલકતનો લઘુત્તમ વેરો 120 અને બિનરહેણાકનો 240 રૂપિયા રાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય અને લોકોને પણ ફાયદો થાય તે માટે રહેણાકમાં પ્રતિ ચોરસ મીટર 11 અને બિનરહેણાકમાં 22 રૂપિયા નક્કી કરાયા છે. શનિવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને ભાવનગર રોડ પર બગીચો, મનપાની વધુ બિલ્ડિંગ પર સોલાર પેનલ, સત્યસાંઇ રોડ અને એજી સ્ટાફ ક્વાર્ટ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન, મહિલા સ્વીમિંગ પુલમાં વધુ 50 લાખનો ખર્ચ સહિતની 51 દરખાસ્તો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...