• Gujarati News
  • National
  • ચૂંટણીના નામે થતા સરવેથી છેતરાવવા કલેક્ટર તંત્રની અપીલ

ચૂંટણીના નામે થતા સરવેથી છેતરાવવા કલેક્ટર તંત્રની અપીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતવિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં કોઇક સંસ્થા દ્વારા ચૂંટણી અંગેનો સર્વે શરૂ કરાયાનું ધ્યાનમાં આવતા ચોંકી ઊઠેલા જિલ્લા કલેક્ટર દ્વારા આવો કોઇ સર્વે ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવતો નથી તેવી સ્પષ્ટતા કરી છે તેથી ચૂંટણી તંત્ર કે સરકારી તંત્રના નામે સર્વે કરતી સંસ્થાઓ અંગે જાણ કરવા જાહેર અપીલ કરી છે. તેમજ લોકોને ગેરમાર્ગે દોરી વહીવટી તંત્ર કે ચૂંટણી તંત્રના નામે સર્વે કરતી સંસ્થા સામે આકરા પગલાં લેવાની ચેતવણી આપી છે.

રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે કોઇ સંસ્થા દ્વારા ચૂંટણી તંત્ર અને સરકારી તંત્રના નામે ચૂંટણી સર્વે શરૂ કરાયો છે અને તે અંગેની વ્યાપક ફરિયાદો મળી છે જેમાં સરકારી કે ચૂંટણી તંત્ર દ્વારા આવું સર્વક્ષણ હાથ ધરાયું છે તેમ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આથી આવી કોઇ સંસ્થાની વ્યક્તિ ચૂંટણી તંત્ર કે સરકારી તંત્રના નામે સર્વે કરવા આવે તો જનતાએ ફોન નં.0281-2478959 પર જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...