• Gujarati News
  • National
  • શહેરની લો કોલેજમાં ખાલી જગ્યા પર એડમિશન આપવા આદેશ

શહેરની લો કોલેજમાં ખાલી જગ્યા પર એડમિશન આપવા આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની લો કોલેજમાં ખાલી જગ્યા પર એડમિશન આપવા આદેશ કરાયો છે. રાજકોટની સરકારી એ.એમ.પી. લો કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષમાં 64 જગ્યાઓ ખાલી હોવા છતાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે એડમિશન આપવાનો નનૈયો ભણી દેતાં ભારે ઉહાપોહ મચી ગયો છે અને આ મુદ્દે એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવતા અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સિપાલને બીજા અને ત્રીજા વર્ષમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓને ટ્રાન્સફરથી સમાવવા માટે આદેશ કર્યો છે, તેમજ આ બાબતની જાણ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...