• Gujarati News
  • National
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે સખી મંડળોના બહેનો તેમજ આજીવિકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે સખી મંડળોના બહેનો તેમજ આજીવિકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે સખી મંડળોના બહેનો તેમજ આજીવિકા મિશન, ગ્રામિણ કૌશલ્ય યોજના અને સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાનના લાભાર્થીઓ સાથે સીધા સંવાદનું આયોજન કર્યું હતું. રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જિલ્લાના તમામ તાલુકાઓમાં સખી મંડળના બહેનો સંવાદનો લાભ લઇ શકે તે માટે આયોજન કર્યું હતું. રાજકોટની કચેરીએ સખી મંડળો, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ સંવાદમાં ભાગ લીધો હતો. જેમાં વડાપ્રધાને ટકોર કરી હતી કે, સખી મંડળના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓનો વધારો થયો છે તેથી તેમની આજીવિકાને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...