• Gujarati News
  • National
  • શહેરમાં ગુરુવારે સવારથી ઝરમર વરસાદ વરસતા ઘણા વિસ્તારોમાં વીજળી

શહેરમાં ગુરુવારે સવારથી ઝરમર વરસાદ વરસતા ઘણા વિસ્તારોમાં વીજળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ગુરુવારે સવારથી ઝરમર વરસાદ વરસતા ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગયાની ફરિયાદોનો ધોધ પીજીવીસીએલના કન્ઝ્યુમર કેર સેન્ટરમાં વહ્યો હતો. જુદા જુદા વિસ્તારમાં 5 ફીડર બંધ પડી જતા એક કલાકથી વધુ સમય સુધી અંધારપટ્ટની સ્થિતિ છવાઈ હતી. બીજી બાજુ મોટામવામાં વીજ ટ્રાન્સફોર્મરને અડી જતાં વીજશોકથી બે વાછરડીનાં મોત નીપજ્યા હતા.

ગુરુવારે ઝરમર વરસાદે નવાગામ, બેડીપરા, ઓડિટોરીયમ, ગ્રીનલેન્ડ ચોકડી અને ડૉ. યાજ્ઞિક રોડ પરના ફીડર બંધ પાડી દીધા હતા. સામાકાંઠે અનેક વિસ્તારોમાં સાંજે વીજળી ગુલ થઇ જતા અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે વીજળી વેરણ બનતા પીજીવીસીએલના કન્ઝ્યુમર કેર સેન્ટરમાં લાઈટ ગયાની ફરિયાદો મોટા પ્રમાણમાં થઇ હતી. અંદાજિત એક કલાકથી વધુ સમય બાદ ટ્રીપ થયેલા ફીડરો વીજકંપનીના કર્મચારીઓએ પૂર્વવત કરતા લોકોને રાહત થઇ હતી. મોટામવામાં 66 કે.વી સબ સ્ટેશન નજીક માસૂમ સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરને બે વાછરડી અડી જતાં વીજશોકથી બંનેના મોત નીપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...