તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાળ તસ્કરીની અફવામાં નિર્દોષ ભોગ ન બને તે માટે 21 ભિક્ષુક મહિલાઓની અટકાયત

બાળ તસ્કરીની અફવામાં નિર્દોષ ભોગ ન બને તે માટે 21 ભિક્ષુક મહિલાઓની અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓની ટોળકી બાળકોને ઉઠાવી જતી હોવાની સોશિયલ મીડિયામાં ચાલેલી અફવાને પગલે રાજ્યના કેટલાક શહેરોમાં નિર્દોષ ભિક્ષુક મહિલાઓને માર મારવાની ઘટના બની છે. રાજકોટમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ કમિશનરે સૂચના આપતા પોલીસે 21 ભિક્ષુક મહિલાઓની સલામતીના કારણોસર અટકાયત કરી ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં મોકલ્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર બાળ તસ્કરીની અફવાને પગલે લોકો નિર્દોષોને પકડી માર મારી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસ સ્ટેશને પેટ્રોલિંગ કરી રાજકોટ રેલવે સ્ટેશન પરથી 17 સહિત 21 મહિલાઓની અટકાયત કરી હતી.

મહિલાઓ પાસે 11 બાળકો પણ હતા જે પ્રાથમિક તપાસમાં તેમના સંતાન હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ મહિલાઓ ભિક્ષાવૃત્તિ કરે છે અને અમદાવાદના ઓઢવ વિસ્તારની રહેવાસી અને રાજકોટમાં ભીખ માંગવા આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

જો કે 11 બાળકો હોવાથી સમાજ સુરક્ષા વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ તમામ મહિલાઓ અને બાળકોને ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. સમાજ સુરક્ષા વિભાગે તમામ મહિલાઓને સાંજે કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તમામ મહિલાઓને અમદાવાદ પહોંચાડવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...