દુષ્કર્મના આરોપી શિક્ષકની દત્તક શાળા પરત લેવાઈ

પૂર્વ પ્રમુખની અન્ય કોઈ સંસ્થા દત્તક હોય તો પરત લેવા જણાવ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajkot - દુષ્કર્મના આરોપી શિક્ષકની દત્તક શાળા પરત લેવાઈ
મોરબીમાં શિક્ષિકા સાથે દુષ્કર્મ,જાનથી મારી નાખવાની ધમકી આપવાનાં અને બીભત્સ ફોટા વિડીયો વાયરલ કરવા સહિતના વગેરે ગુનામાં ઝડપાયેલ પૂવ શિક્ષક સંઘનાં પ્રમુખે વાકનેર તાલુકામાં દત્તક લીધેલી પ્રાથમિક શાળા ડિપીઈઓ એ પરત લઈ લીધી છે.આગામી સમયમાં એક પણ શાળા આ વ્યક્તિ કે તેના દ્વારા સંચાલીત ટ્રસ્ટને નહીં આપવા જણાવ્યું છે.

મોરબી જિલ્લા શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ અને ચૂંટણી લડવા સ્વૈચ્છીક નિવૃતી લેનાર વિજય કે સરડવા સામે મુળ રાજકોટની અને મોરબી જિલ્લા ફરજ બજાવતી શિક્ષિકાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

તેના અંગત પળોનાં વિડીયો અને ફોટો પણ વાયરલ કરી લગ્નજીવન તોડવવા સહિતના કૃત્ય કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે એ ડિવિઝન પોલિસે ભોગ બનનાર શિક્ષિકાની ફરિયાદ લઈ આરોપી વિજય સરડવાની ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં લીધો હતો.આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટીપીઈઓને લેખિત ઓર્ડર કરી આરોપી વિજય સરડવાએ વાંકાનેરમાં દત્તક લીધેલી પ્રાથમિક શાળા પણ પરત લઈ લીધી હતી.

X
Rajkot - દુષ્કર્મના આરોપી શિક્ષકની દત્તક શાળા પરત લેવાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App