કોઠારિયા વિસ્તારમાં 3 વર્ષનું પાણીવેરાનું બિલ મોકલ્યું

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ અઢી વર્ષ પહેલા રાજકોટ શહેરમાં સમાવેશ થયેલા કોઠારિયા ગામ તથા આસપાસના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:26 AM
Rajkot - કોઠારિયા વિસ્તારમાં 3 વર્ષનું પાણીવેરાનું બિલ મોકલ્યું
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

અઢી વર્ષ પહેલા રાજકોટ શહેરમાં સમાવેશ થયેલા કોઠારિયા ગામ તથા આસપાસના વિસ્તારોમાં મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સફળ રહી નથી. એકાંતરા પાણી વિતરણ થાય છે છતાં 3 વર્ષના પાણી વેરાના બિલ મોકલવામાં આવ્યા હોવાની નાયબ કમિશનરને વોર્ડ નં.18ના કોર્પોરેટર નિર્મળ મારૂ, ધર્મિષ્ઠાબા જાડેજા, જયંતી બુટાણીએ ફરિયાદ કરી છે. આ ઉપરાંત નવા રોડ રસ્તા બનાવવાની રજૂઆત પર ધ્યાન આપવામાં આવતું નથી અને દોઢ વર્ષ પહેલા કરેલી રજૂઆતમાં આજ સુધી કામ શરૂ કરવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મિલકત વેરામાં પણ ત્રણ વર્ષના વ્યાજની જે ગણતરી કરવામાં આવી છે તે ખોટી છે અને મોટી રકમના બિલ આપવામાં આવ્યા છે. તેની તપાસ કરવા માગ કરી હતી.

X
Rajkot - કોઠારિયા વિસ્તારમાં 3 વર્ષનું પાણીવેરાનું બિલ મોકલ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App