• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - ગ્રામીણ ઓલિમ્પિકમાં રાજકોટની જુનિયર કબડ્ડી ટીમ ત્રીજા સ્થાને

ગ્રામીણ ઓલિમ્પિકમાં રાજકોટની જુનિયર કબડ્ડી ટીમ ત્રીજા સ્થાને

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અંતર્ગત જુદી જુદી દેશી રમતોની સ્પર્ધા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - ગ્રામીણ ઓલિમ્પિકમાં રાજકોટની જુનિયર કબડ્ડી ટીમ ત્રીજા સ્થાને
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અંતર્ગત જુદી જુદી દેશી રમતોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જુનિયર-સિનિયર કબડ્ડીની સ્પર્ધા પણ રમાઇ હતી. જુનિયર કબડ્ડી સ્પર્ધામાં કુલ 32 ટીમે ભાગ લીધો હતો. જેમાં રાજકોટ શહેરની ટીમે ત્રીજુ સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. કોચ સચિન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમમાં ધ્રુવ કોટડિયા, વિજય ડાભી, વિશાલ યાદવ, મિહિર ખૂંટ, ધર્મેન્દ્ર પરમાર, દીપ કૂકડિયા, કરણ કુરિયા, રાહિલ પરસાણા અને નૈમિષ ભૂવા સામેલ હતા. ત્રીજુ સ્થાન મેળવનાર ટીમને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસો.ના પ્રમુખ વરૂણ ડાંગર, સેક્રેટરી પ્રજ્ઞેશ ગઢવીએ શુભેચ્છા પાઠવી છે.

X
Rajkot - ગ્રામીણ ઓલિમ્પિકમાં રાજકોટની જુનિયર કબડ્ડી ટીમ ત્રીજા સ્થાને
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App