વિજય હઝારે વન ડે ટૂર્ના. માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર

યુવરાજ ચુડાસમા, અગ્નિવેશ અયાચી ઊભરતા ક્રિકેટર સામેલ, 19થી દિલ્હીમાં મેચ ગત વર્ષ સૌરાષ્ટ્ર રનર અપ બન્યું...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - વિજય હઝારે વન ડે ટૂર્ના. માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર
યુવરાજ ચુડાસમા અને અગ્નિવેશ અયાચી બે નવા ઊભરતા ક્રિકેટરને સામેલ કરી આગામી વિજય હઝારે વન ડે ટૂર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમ જાહેર કરાઇ છે. ગત વર્ષે વિજય હઝારે ટૂર્નામેન્ટમાં રનર અપ બનેલી સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં બે નવા ચહેરા ઉપરાંત રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, રોબિન ઉથપ્પા, જયદેવ શાહ, શેલ્ડન જેકશન, જયદેવ ઉનડકટ, સમર્થ વ્યાસ, અર્પિત વસાવડા, અવિ બારોટ, પ્રેરક માંકડ, ચિરાગ જાની, ધર્મેન્દ્ર જાડેજા, કમલેશ મકવાણા, શૌર્ય સાણંદિયા અને હાર્દિક રાઠોડનો સમાવેશ થાય છે, જ્યારે ટીમના કોચ તરીકે સિતાંષુ કોટક, આસિ.કોચ નિરજ ઓડેદરા, મેનેજર ડો.અર્જુનસિંહ રાણા, ફિઝિયો અભિષેક ઠાકર જોડાયા છે.

સૌરાષ્ટ્રની ટીમ 19 સપ્ટેમ્બરથી દિલ્હીના ફિરોઝશા કોટલા ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ લીગ મેચ રમશે. વેસ્ટ ઇન્ડીઝ સામેના ટેસ્ટ મેચની ટીમમાં જો ચેતેશ્વર અને રવીન્દ્રની પસંદગી થશે તો બંને વિજય હઝારેના કેટલાક મેચ છોડવા પડશે. જયારે જયદેવ ઉનડકટ સાથે ફાસ્ટ બોલિંગમાં અગ્નિવેશ ભાગ ભજવશે.

યુવરાજ ચુડાસમા

સૌરાષ્ટ્રના મેચ કયારે

19 સપ્ટેમ્બર ઉત્તરપ્રદેશ

20 સપ્ટેમ્બર દિલ્હી

23 સપ્ટેમ્બર હૈદ્રાબાદ

26 સપ્ટેમ્બર મધ્યપ્રદેશ

30 સપ્ટેમ્બર આંધ્રપ્રદેશ

04 ઓક્ટોબર ઓરિસ્સા

06 ઓક્ટોબર છત્તીસગઢ

08 ઓક્ટોબર કેરળ

અગ્નિવેશ અયાચી

Rajkot - વિજય હઝારે વન ડે ટૂર્ના. માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર
X
Rajkot - વિજય હઝારે વન ડે ટૂર્ના. માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર
Rajkot - વિજય હઝારે વન ડે ટૂર્ના. માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App