Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - રાજકોટ| ગોંડલ નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર કપૂરચંદ કોઠારીના પત્ની મનોરમાબેન

રાજકોટ| ગોંડલ નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર કપૂરચંદ કોઠારીના પત્ની મનોરમાબેન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:25 AM

રાજકોટ| ગોંડલ નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર કપૂરચંદ કોઠારીના પત્ની મનોરમાબેન (ઉ.વ.73) તે રૂપેશભાઇ, માધવીબેન નિલેશભાઇ...

 • Rajkot - રાજકોટ| ગોંડલ નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર કપૂરચંદ કોઠારીના પત્ની મનોરમાબેન
  રાજકોટ| ગોંડલ નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર કપૂરચંદ કોઠારીના પત્ની મનોરમાબેન (ઉ.વ.73) તે રૂપેશભાઇ, માધવીબેન નિલેશભાઇ વોરા (અમદાવાદ)ના માતા તથા આદિત્યના દાદી તથા સ્વ. ડો.ચંપકલાલ મગનલાલ ધોળકિયા (અમદાવાદ)ના પુત્રી તથા ડો.જીતેન્દ્રભાઇ, હેમંતભાઇ (બન્ને હાલ અમેરિકા)ના બહેન તથા સ્વ.રજનીભાઇ, સ્વ. ગિરિશચંદ્ર, હસમુખભાઇના નાનાભાઇના પત્નીનું તા. 15ના અવસાન થયું છે. ઉઠમણું તા. 17ને સોમવારના રોજ સવારે 10.30 કલાકે, શ્રી ઋષભદેવ ઉપાશ્રય, 1- તિરૂપતિનગર, હનુમાનમઢી ખાતે રાખેલ છે.

  મૂળ નરમાણા નિવાસી હાલ લેસ્ટર યુ.કે ખાતે રહેતા મંજુલાબેન અમૃતલાલ તન્ના(ઉ.વ.86) તે રાજકોટ નિવાસી રમણીકલાલ હંસરાજ તન્નાના ભાભીનું 14ના લેસ્ટર મુકામે અવસાન થયું છે.

  રાજકોટ| શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચીભડિયા બ્રહ્મસમાજના ચંપાબેન નર્મદાશંકર પાણેરી (ઉ.વ.93) તે સ્વ. નર્મદાશંકર નરભેરામ પાણેરીના પત્ની તે હસમુખભાઇ, ડો. નરેન્દ્રભાઇ (ભાવનગર), પ્રફૂલભાઇ, રાજેન્દ્રભાઇ, નિલેશ ભાઇના માતાનું તા. 14ના અવસાન થયું છે. બેસણું તા. 17ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, પંચવટી, 10-જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

  ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર હાલ રાજકોટ, રમશેચંદ્ર નટવરલાલ જાની (ઉ.વ.74) તે રક્ષિત જાની (અમદાવાદ), ડો. હેમાંશુ જાની (રાજકોટ), કવિતા દુષ્યંતકુમાર પંડ્યાના પિતા તથા સ્વ. મહાદેવભાઇ ઉમિયાશંકર જાનીના જમાઇનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, ગુલાબવાડી, મિલપરા મેઇન રોડ, જ્ઞાતિની વાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

  માંગરોળ નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ. પ્રમીલાબેન (ઉ.વ.80) તે સ્વ.કાંતિલાલ વરજીવનદાસ ભણસાલીના પત્ની તથા હિતેશ, અતુલ, શૈલેષ, જીતેન(મોન્ટુ), ચારૂ, ભરત કામદારના માતા તથા માંગરોળ નિવાસી પ્રભુદાસ તુલસીદાસ શેઠના પુત્રી તથા જયેન્દ્ર, સ્વ.રસિક, અશ્વિન, હરેશ, કિશોર, વસંત શાહ, ઉષા કામદારના મોટાભાભીનું તા.15ના અવસાન થયું છે.

  કારડિયા રાજપૂત સ્વ.પ્રતાપસંગ દાનસિંગ સોલંકી (ઉ.વ.94) તે અશોકભાઇ, ભરતભાઇ, સ્વ.મનસુખભાઇના પિતા તથા રોહિત, ઉમંગ, પાર્થ, ગવેશના દાદાનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, કારડિયા રાજપૂત સમાજની વાડી, 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

  રાજગોર બ્રાહ્મણ રાજકોટ નિવાસી (મૂળ શેઠવડાળા), શાંતિલાલ ટપુભાઇ જોશી (ઉ.વ.68) તે સ્વ.નારણભાઇ, લક્ષ્મીશંકરભાઇ , સ્વ.ચંદુભાઇના ભાઇ તથા સુરેશભાઇ, પંકજભાઇ શાંતિલાલ જોશીના પિતાનું તા. 15ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 17ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, સોમનાથ મહાદેવ મંદિર, વૃંદાવન સોસાયટી, પુનિતનગર, પાણીના ટાંકા સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

  અબ્દુલ્લાહભાઇ ઝોએબઅલી લાકડાવાલા (સુરેન્દ્રનગર) તે શબ્બીરભાઇ, મુફદ્દલભાઇ, યુસૂફભાઇના બાવાજી તથા ઇદ્રિશભાઇના ભાઇ, યુસૂફભાઇ, ઝૂઝરભાઇ બરવાલાવાલાના સસરા તથા મુર્તુઝાભાઇ જોડિયાવાળાના મામા વફાત થયા છે. જિયારત તથા સિયૂમના સિપારા તા.16ને રવિવારના રોજ મગરીબ-ઇશાની નમાઝ બાદ મુફદ્દલ હોલ (ભગવતીપરા), રાજકોટ ખાતે રાખેલ છે.

  મોટી પાનેલીવાળા હાલ રાજકોટ તે સ્વ. ત્રિભોવનદાસ ભગવાનજી શાહના પુત્ર નવિનચંદ્ર ત્રિભોવન દાસ શાહ (ઉ.વ.76) તે અરૂણાબેનના પતિ તથા તેજશભાઇ, બંસીબેનના પિતા તથા સ્વ. મુકુંદભાઇ, સ્વ.દિનેશભાઇ, બિપીનભાઇ, કિશોરભાઇ, પ્રફૂલભાઇ, કમલેશભાઇના ભાઇ તથા અશાબેનના સસરા તથા સુદાન નિવાસી પ્રેમચંદ અમરશીના જમાઇનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા. 17ને સોમવારના રોજ સવારે 10 કલાકે, શેઠ ઉપાશ્રય, 150 ફૂટ રિંગ રોડ, પ્રસંગ હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

  જમનાદાસ વિરૂમલ મંગતાણી તે મહેન્દ્રભાઇ, મહેશભાઇ મંગતાણી ના પિતાનું તા. 15ના અવસાન થયું છે. બેસણું તા.16ને રવિવારના રોજ સાંજે 6 થી 7 કલાકે, અલ્કા સોસાયટી, કોમ્યુનિટી હોલ, મવડી ફાયરબ્રિગેડની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

  પાટડિયા ગીરધરલાલ પોપટલાલ ના પુત્ર પરસોત્તમભાઇ (ઉ.વ.80) તે મનોજભાઇ, યોગેશભાઇ, મનીષાબેનના પિતા તથા તુષાર, ભાવિક, હાર્દિકના દાદા તથા કચ્છવાળા પારેખ ચત્રભુજ પરસોત્તમદાસના જમાઇનું તા.15ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.17ને સોમવારના રોજ સવારે 10.30થી 12 કલાકે, સોની સમાજની વાડી યુનિટ નં.1, કોઠારિયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

  દશા સોરઠિયા વણિક રાજપરાવાળા અજયભાઇ દ્વારકાદાસ બાબરિયા (ઉ.વ.54) તે સ્વ. દ્વારકાદાસ ભાઇચંદભાઇ બાબરિયાના પુત્ર તથા ભરતભાઇ, દીપકભાઇના લઘુબંધુ તથા કિશનભાઇના મોટાભાઇ તથા ઋષિના પિતા તથા ભારતીબેન જયેન્દ્રકુમાર જનાણી, હસ્મિતાબેન, બોનીબેન કમલકુમાર શાહના ભાઇ તથા સ્વ. મણિલાલ શામજીભાઇ ધ્રુવ (ખંભાળિયાવાળા)ના જમાઇનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 4.30 થી 6 કલાકે, ભરતભાઇ દ્વારકાદાસ બાબરિયાના નિવાસસ્થાને, ન્યૂ લાલબહાદુર સોસાયટી, શેરી નં.3, ઢેબર રોડ સાઉથ, અટિકા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

  અશોકભાઇ લખમણભાઇ વાંજા મૂળ ગામ ભાવનગર હાલ મેટોડા તે ભરતભાઇ લખમણભાઇ વાંજાના નાનાભાઇ તથા પીયૂષભાઇ ભટ્ટી, મનીષભાઇ ભટ્ટી (ખીરસરા)ના કાકાજી સસરાનું તા. 14ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ને ગુરુવારના રોજ મેટોડા મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

  મૂળ ગામ સૂકી સાજડિયાળી હાલ રાજકોટ નિવાસી ચંપાબેન ટપુભાઇ સુરેજા (વ્યાસ)(ઉ.વ.105) તે સ્વ. હરજીવનભાઇ ટી. સુરેજા (એએસઆઇ), મીઠાલાલ ટી. સુરેજા (એઅેસઆઇ), દિલીપ ટી. સુરેજાના માતાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, રાધાકૃષ્ણ મંદિર, અક્ષરનગર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

  ધોરાજી |સ્વ.શાંતિલાલ ધારશી શેઠના પુત્ર રમેશભાઇ (ઉ.વ.74) તે પ્રતિભાબેનના પતિ તથા કેયૂરભાઇ, કાજલ જિગ્નેશ બોરડિયા (રાજકોટ), ધ્રુવા તેજશ દોઢિવાળા (થાનગઢ)ના પિતા તથા વિજયભાઇ, નવનીતભાઇના વડીલબંધુ તથા બ્રિજેશ, બૈજુના ભાઇજી તથા કાલાવડ નિવાસી સ્વ.દલીચંદ નવલચંદ મહેતાના જમાઇનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ને સવારે 10 કલાકે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, ગાંધીવાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી ખાતે રાખેલ છે.

  મોરબી| ગુ.ક્ષ.કડિયા સ્વ. નારણભાઇ પરસોત્તમભાઇ રાઠોડના પત્ની કાંતાબેન નારણભાઇ રાઠોડ તે જયેશભાઇ, દીપકભાઇના માતા તથા સાગર, વિવેક, પાર્થના દાદીનું તા. 14ના અવસાન થયું છે. બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, સોમનાથ સોસાયટી, સોમનાથ એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

  અમદાવાદ |જયંતીલાલ માધવજી થાનકી (ઉ.વ.62) તે મૂળ અડવાણા અમદાવાદ નિવાસી સ્વ. માધવજી આણંદજી થાનકીના પુત્ર તથા ભારતબહેનના પતિ તથા હેમલભાઇ, કિશનભાઇના પિતા તથા સ્વ.રતિલાલભાઇ, નરભેશંકર, વૃજલાલભાઇ, સ્વ. ગોરધનભાઇ તથા સ્વ.પાર્વતીબેન દામજી મોઢા, ગં.સ્વ. કાંતાબેન શિવલાલ જોશી, રંજનબેન રજનીકાંત મોઢાના ભાઇનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.20ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, સી.301, સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટ, આઇસીબી ફલોરાની સામે, ગીતા ચોકડી, અમદાવાદ ખાતે રાખેલ છે.

  છાછર |ડો. ધીરૂભાઇ બી. પોપટાણી તે હરેશભાઇ, ધર્મેન્દ્રભાઇ પોપટાણીના પિતા તથા સ્વ. મનસુખભાઇ, ચીમનભાઇ, ધનજીભાઇ, દિનેશભાઇ, જયંતીભાઇ, અશોકભાઇ, સ્વ.દિલીપભાઇ, દિનેશભાઇના મોટાભાઇનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા. 17ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, અમરેલી મુકામે જેસિંગપરા શેરી નં.1 ખાતે રાખેલ છે.

  ગોંડલ |વીણાબેન ભરતકુમાર કારીયા (ઉ.વ. 37), તે ભરતકુમાર ના પત્ની, ઠા. નટુભાઈ ભેળવાળા તથા શાંતિભાઈ ના નાનાભાઈ ના પત્ની, કમલેશભાઈ ના ભાભી, સ્વ. લાલિતભાઈ ગોકળદાસ ચંદારાણાના પુત્રી, પિન્ટુભાઈ, કૌશિકભાઈ, વિમાલભાઈ તથા વિપુલભાઈ ના બહેનનું તા. 14 ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 17 સોમવાર સાંજે 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, 22/9, ભોજરાજપરા, ગોંડલમાં રાખેલ છે.

  જેતપુર |લુહાર અનિલભાઈ જેન્તીભાઇ ગોહિલ ઉં.52 તે હિતેષભાઇ ના મોટાભાઈ નું અવસાન તા.14ના રોજ થાયેલ છે સદ્દગતનું બેસણું તા.17ને સોમવારના રોજ સાંજે 4.00 થી 6.00 લુહાર જ્ઞાતિની વાડી ખોડપરા મેઈન રોડ જેતપુર ખાતે રાખેલ છે.

  જસદણ| મૂળ કાનપર નિવાસી શારદાબેન રેવાપરી ગોસાઈ(ઉ.વ.71) તે દીપકપરી, પ્રવિણપરી, વિપુલપરીના માતાનું તા.14ના રોજ કાનપર મુકામે અવસાન થયેલ છે. તેમનું શંખઢોળ પૂજન તા.22ને શનિવારના રોજ ગામ-કાનપર, તા.જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

  ભાવનગર |ગુર્જર ક્ષત્રિય કડીયા મૂળ વતન રાજકોટ હાલ ભાવનગર નિવાસી જયસુખલાલ કેશવલાલ મારૂ (ઉ.વ.68, એલઆઇસી નિવૃત્ત કર્મચારી) તા.15ને શનિવારે અક્ષરનિવાસી થયેલ છે. તે પલ્લવીબેન (શિક્ષિકાબેન, કુકડ કન્યા શાળા), આશીષભાઇ, મયુરભાઇ ના પિતાશ્રી, સ્વ.ગીરધરલાલ કેશવલાલ મારૂ (રાજકોટ)ના નાના ભાઇ, નીતિનભાઇ, પ્રફુલભાઇ, જગદીશભાઇ (રાજકોટ)ના કાકા થાય. તેનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4-30 થી 6-30 દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર મુકામે રાખેલ છે. અન્ય લૌિકક ક્રિયા બંધ રાખેલ છે.

  જામનગર |શ્રીમાળી બ્રાહ્મણ મીનાબેન તે મહેશભાઇ ચમનલાલ ત્રિવેદીના પત્ની તે કૃણાલના માતા તે સ્વ. મગનલાલ છોટાલાલ દવેના પુત્રી તે નરેન્દ્રભાઇ મગનલાલ દવે, પ્રફુલભાઇ મગનલાલ દવેના બહેનનું તા. 14ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 17ના સાંજે 5.30 થી 6 વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણની વાડી, પાવન ટ્રાવેલ્સની બાજુમાં, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે.

  દશા સોરઠીયા વણિક સુરેશચંદ્ર વેણીલાલ ધ્રુવ (ઉ.વ.76) તે અરવિંદભાઇ, નવીનભાઇ, ઉમેદભાઇ, બીપીનભાઇના મોટાભાઇ તે નિમેશ, રીતેશના પિતાનું તા. 15ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 17ના સાંજે 5 થી 5.30 વાગ્યે સુરજબાગ, શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતીની વાડી, ખંભાળિયા નાકા બહાર, જામનગરમાં રાખેલ છે.

  ભાનુબા રાઠોડ (ઉ.વ.66) તે ગુમાનસિંહ અમરસિંહ રાઠોડના પત્નિ તે મયુરસિંહના માતા તે હરીસિંહ અમરસિંહ રાઠોડના ભાભીનું તા. 14 અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 20ના સાંજે 5.30 થી 6 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે ન્યુ જેલ રોડ, કુંવરબાઇ ધર્મશાળા સામે, ગરબી ચોક, નિવાસ સ્થાનરાખેલ છે.

  લાલપુર |ત્રિભોવનદાસ સોમૈયા (ઉ.વ.52) તે ભીખાલાલ જાદવજી સોમૈયાના પુત્ર તે મનીષભાઇ, ઉષાબેન ઠકરાર, જયશ્રીબેન રાયચુરાના ભાઇ તે કિશન, ધવલ, શિવાનીના પિતા તે તૃપ્તી પંચમતીયા, દેવીકા વાકાણીના સસરાનું તા. 14ને શુક્રવારના રોજ અવસાન થયું છે.

  જૂનાગઢ |લુહાર જિલ્કા રાજેશભાઇ(રાજુભાઇ)(વિનસ મેન્સવેર વાળા)(ઉ.વ.50)તે સ્વ.લીલાધરભાઇના પુત્ર, પરેશભાઇના ભાઇનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ને સોમવારના રોજ સાંજના 4 થી 6, રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોતીબાગ રોડ, એમ-9, બ્લોક નં-723, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

  શીલુ ભીખાલાલભાઇ નારણભાઇ (ઉ.વ.65, મુળ ભેંસાણ, હાલ જૂનાગઢ)તે નાથાલાલભાઇના ભાઇ, વિવેકભાઇ, કલ્પેનાબેન, તૃપ્તીબેન, દેવાંગભાઇના પિતા નું તા.15ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.17ને સોમવારના રોજ સાંજના 4 થી 6, મંગલનાથ મહાદેવ મંદિર, મંગલધામ-3, જૂનાગઢમાં રાખેલ છે

  સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ દવે જયાબેન(ઉ.વ.79 મુળ સોંદરડા, હાલ જૂનાગઢ)તે સ્વ.જયંતીલાલભાઇના પત્ની, પ્રદિપભાઇ, મહેશભાઇના માતા, સ્વ.રતીલાલભાઇ, સ્વ.દ્વારકાદાસભાઇ, સ્વ.રમાશંકરભાઇના ભાઇના પત્ની, સ્વ.વિદ્યારામ ભટ્ટના પુત્રી, સ્વ.રામશંકભાઇ, માનશંકરભાઇના બહેન, દિપકભાઇના ફઇનું તા.15ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.17ને સોમવારના રોજ સાંજના 4 થી 5, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

  પરમાર દમયંતીબેન તે નરોતમભાઇના પત્ની, મનોજભાઇ, હેમેન્દ્રભાઇના માતાનું તા.15ના અવસાન થયું છે. સદ્દગતનુ઼ં બેસણું તા.17ને સોમવારના રોજ સાંજના 4 થી 6, કલ્પવૃક્ષ રેસીડેન્સી યમુના વાડી સામે, ઝાંઝરડા રોડ, ગરનાળા પાસે, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

  માંગરોળ |દાવડા મંજુલાબેન (ઉ.વ.63)તે લલિતભાઇ(બી.એસ.એન.એલ)ના પત્ની, સ્નેહલભાઇ(સુરત), નિકુંજભાઇ (પોરબંદર), દિપ્તીબેન ના માતા, નરેશભાઇ, અજીતભાઇ, રેખાબેન, સરલાબેનના ભાભી, જે.અેમ.જસાણી(કેશોદ)ના બેન, નિલેશભાઇ, સંજયભાઇના ફઇનું તા.15ના અવસાન થયું છે.સદ્દગતનં ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.17ને સોમવારના રોજ સાંજના 5 થી 6, લોહાણા મહાજન વાડી, જેઇલરોડ, માંગરોળ ખાતે.

  વિસાવદર |તાલાળા નિવાસી તન્ના જયાબેન (ઉ.વ.93)તે સ્વ.વૃજલાલભાઇના પત્ની, વિનુભાઇના માતા, કેશવજીભાઇ મુળજીભાઇ છગના પુત્રી, બાલુભાઇ છગ (શાંતિલાલ મથુરાદાસ એન્ડ કુાં)ના બહેનનું તાલાળા ખાતે અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા.17ને સોમવારના રોજ સાંજના 4 થી 6, લોહાણા મહાજન વાડી, વિસાવદર ખાતે રાખેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ