પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે

વૈષ્ણવ સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે રાજકોટ ધમ્મકોટ ખાતે દસ દિવસીય વિપશ્યના શિબિર ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
રાજકોટ : નવજ્યોત અંધજન મંડળ દ્વારા દર મહિનાના રવિવારે રાજકોટ તથા સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને એક મહિનો ચાલે તેટલી 18 વસ્તુઓની રાશનકીટ અર્પણ કરવામાં આવે છે. તા. 16મીને રવિવારે રાષ્ટ્રીયશાળાના સવારે 11 થી 3 દરમિયાન 90જેટલા પ્રજ્ઞાચક્ષ્ુ પરિવારોને રાશનકિટ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા લાભાર્થીઓને ભોજન પ્રસાદ પણઅપાશે. પ્રજ્ઞાચક્ષ્ુ પરિવારોને રાષ્ટ્રીયશાળાથી બસ સ્ટેન્ડ સુધી મુકવાની વ્યવસ્થાપણ નીતાબેન પટેલ(સત્યમ મોલ) દ્વારા કરાઇ છે. દર મહિનાના રવિવારે નિરંતર ચાલતા આ સેવાયજ્ઞમાં દાતાઓને આર્થિક મદદરૂપ થવા સંસ્થાના પ્રમુખ કાંતિભાઇએ અપીલ કરી છે.

મહિલાઓના રોગો અંગે નિ:શુલ્ક નિદાન કેમ્પ

રાજકોટ : ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ આયુ. હોસ્પિટલ, ઇશ્વરિયા ગામ ખાતે દ્વારા તા. 17મીથી 22મી સુધી મહિલાઓના માસિક ધર્મને લગતા રોગ અંગે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે. હોસ્પિટલમાં જરૂર પડ્યે દર્દીઓને રહેવાની સગવડ પણ અપાય છે. જરૂરતમંદ મહિલા દર્દીઓએ લાભ લેવા જણાવાયું છે.

‘તમે અને ભગવદ્દ ગીતા’ વિષય પર પ્રવચન યોજાશે

રાજકોટ : લાઇફ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી ‘શું કરીએ તો સદાય સાજા રહીએ’ અંતર્ગત આગામી તા. 16મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 10 થી 11.30 દરમિયાન લાઇફ બિલ્ડિંગ રેસકોર્સ રિંગરોડ ખાતે ડો. કમલ પરીખ ‘તમે અને ભગવદ્દ ગીતા’ વિષય પર પ્રવચન આપશે. આ પ્રવચન નિ:શુલ્ક છે. સર્વે ભાઇ-બહેનોને લાભ લેવા જણાવાયું છે. ભગવદ્દ ગીતા હિંદુઓનો પવિત્ર ગ્રંથ છે.જેમાં સંપૂર્ણ જીવન દર્શન સમાયેલું છે. ગીતાને ભારતીય દર્શનની આધારશીલા માનવામાં આવે છે. આ પ્રવચન શ્રેણી વર્ષ 2001થી પ્રોજેક્ટ લાઇફમાં ચાલે છે. આ શ્રેણીનું 200મુ પ્રવચન યોજાશે.

બજરંગ મિત્ર મંડળ દ્વારા નિદાન કેમ્પ યોજાયો

રાજકોટ : બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કામનાથ મંદિર, બેડીનાકા ખતે હોમિયોપેથિક અને એક્યુપ્રેસર સારવારના સંગમથી તાજેતરમાં નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો હોમિયોપેથિકના 22 અને એક્યુપ્રેસરના 29 મળી કુલ 51 દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓને એક માસની દવા નિ:શુલ્ક અપાઇ હતી.

ઇજનેરીના વિદ્યાર્થીઓનો આવકાર સમારોહ

રાજકોટ : લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ટેક્નોલોજી કોલેજમાં એન્જિનિયરિંગ ફિલ્ડ ડિપ્લોમા, ડિગ્રીમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો આવકાર સમારોહ 17મીને સોમવારે સાંજે 5 થી 9 બંધન પાર્ટી પ્લોટ, માધાપર ચોકડી પાસે રાજકોટમાં યોજાશે. અક્ષયરાજસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ જાડેજા વગેરે વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવશે.

આર્યસમાજ માયાણીનગર દ્વારા યજ્ઞ, ભજન, પ્રવચન

રાજકોટ : આર્યસમાજ માયાણીનગર ખાતે તા. 16મીને રવિવારે સાંજે 5.30 થી 7.30 દરમિયાન યજ્ઞ, ભજન અને પ્રવચનનો કાર્યક્રમ યોજાશે. આર્યસમાજના પુરોહિત પ્રવચન આપશે. આ ઉપરાંત ઉપરોક્ત કાર્યક્રમ આર્યસમાજ, હાથીખાના ખાતે તા. 19મીને બુધવારે સાંજે યોજાશે.

પુનિત સદગુરુ ભજન મંડળના ધૂન ભજન

રાજકોટ : પુનિત સદગુરુ ભજન મંડળના ધૂન ભજન તા. 16મીને રવિવારે સાંજે 5 થી 7 દરમિયાન ‘ગોલ્ડન કોઇન કા રાજા’, ગોલ્ડન કોઇન સોસાયટી, લક્ષ્મીનગર નાલાથી આગળ, રામેશ્વર બેકરીની બાજુમાં રાજકટ ખાતે યોજાશે. ભાવિકોને પુનિત સદગુરુ ધૂન ભજનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

‘રાજકોટ કા રાજા’ ગણેશ મહોત્સવમાં ધર્મોત્સવ

રાજકોટ : મધુવન ક્લબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ ‘રાજકોટ કા રાજા’ મહોત્સવનો ગુરુવારે શુભારંભ કરાયો હતો. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી હતી અને મહાઆરતીનો લાભ લીધો હતો. કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. દસ દિવસ દરમિયાન ડાન્સ સ્પર્ધા, દાંડિયા રાસ સ્પર્ધા સહિતના આયોજનો કરાાયા છે. આયોજનને સફળ બનાવવા આશિષભાઇ વાગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કિકાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહી ગણેશ વંદના કરી હતી. દસ દિવસ દરમિયાન યોજાનાર મહોત્સવમાં શનિવારે સાંજે નાના બાળકોની શ્લોક સ્પર્ધા, ડાન્સ ટેલેન્ટ શો યોજાયો હતો. રવિવારે સાંજે જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ અને રાત્રે સ્વરસાધના, વેરાયટી શો યોજાશે. સોમવારે રાત્રે લોકકલાકારોનો કસુંબલ લોકડાયરો અને સાંજે બહેનોની મહેંદી સ્પર્ધા યોજાશે. દસ દિવસીય આયોજનમાં ધર્મોત્સવનો લાભ લેવા જિમ્મી અડવાણી અને સાથી મિત્રો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

ઓમનગર ખાતે આવેલી જ્ઞાનસૌરભ શાળામાં ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું છે. દસ દિવસ દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ એક્ટિવિટીના ભાગરૂપે ડ્રોઇંગ કોમ્પિટિશન, ડાન્સ સ્પર્ધા, સિંગિંગ કોમ્પિટિશન, ગરબા સહિતના આયોજનો કરાયા છે. ઉત્સવમાં સવાર સાંજ આરતીનું આયોજન કરાયું છે. આયોજનમાં શાળા સંચાલકો ખુશાલભાઇ પંચાસરા, અઢિયાભાઇ તેમજ સ્ટાફ પરિવારનો સહયોગ મળ્યો છે.

બોલબાલા ટ્રસ્ટ દ્વારા ગણપતિ સ્થાપના દરમિયાન તા. 16મીને રવિવારે અષ્ટ વિનાયક દર્શન યાત્રાનું આયોજન કરાયું છે. યાત્રાનો પ્રારંભ રવિવારે બપોરે સંતો, મહંતોના હસ્તે સર્વોદય સ્કૂલ, પીડીએમ કોલેજ ખાતેથી થશે.જે શહેરના રાજમાર્ગો પર ફરશે. યાત્રામાં બેન્ડવાજા, ધર્મરથ, ધર્મ ધ્વજ સહિતના સુશોભિત કરેલા ફ્લોટ સાથે 31 વાહનો જોડાશે. યાત્રા દરમિયાન ગણેશ મહોત્સવ મંડળોના દર્શનનો લાભ ભાવિકોને મળશે. 108 કિલોના લાડુનું નિર્માણ કરી ફ્લોટ સ્વરૂપે શહેરમાં ફેરવી તેનું પ્રસાદીરૂપે વિતરણ કરાશે. સાથે જ સાફાધારી યુવાનો બાઇક પર જોડાશે. યાત્રાને સફળ બનાવવા જયેશભાઇ ઉપાધ્યાય, કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આનંદનગર મેઇન રોડ પર સહયોગ યુવા ગ્રૂપ દ્વારા કાળા પથ્થર કા રાજા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. ગુરુવારે ગણપતિની ઇકો ફ્રેન્ડલી મુર્તિના સ્થાપના સાથે મહોત્સનો પ્રારંભ થયો હતો. દરરોજ સાંજે મહાઆરતી, રાત્રે રાસગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગણેશ સ્તુતિ, બાળકોનો ડાન્સ શો, સત્યનારાયણની કથા સહિતના આયોજનો કરાયા છે.

ગણેશ ચતુર્થી નિમિતે વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પ્રદુષણ ઓછું ફેલાય એ માટેના વિચારો કેળવે તે હેતુસર ઉદગમ સ્કૂલમાં માટીના ગણપતિની મૂર્તિ હાથે તૈયાર કરી સ્થાપના કરવામાં આવી છે. સાથે જ સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી આધારિત થીમ તૈયાર કરી ડેકોરેશન કરવામાં આવ્યુ છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સિધ્ધિવિનાયક ધામ રેસકોર્સ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રવિવારે નાગર સમાજ દ્વારા પરંપરાગત પોષાકમાં સજ્જ થઇ આરતી કરવામાં આવશે. શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, દેવાંગભાઇ માંકડ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

રાજકોટ : રાજકોટ વૈષ્ણવ સાધુ (બા. વૈ.) સમાજ આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા. 29મીને શનિવારે બપોરે 3 થી 6.30 સુધી અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે યોજાશે. ધો. 5 થી 12માં 60 તથા કોલેજમાં 50 ટકા મેળવનાર વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ સાથે તા. 20મી સુધીમાં મંગળદાસબાપુ દેસાણી, ન્યૂ ધરતી ટ્રેડર્સ, 50 ફૂટ રોડ, કોઠારિયા મેઇન રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

રાવલનગરમાં માટીના ગણપતિની સ્થાપના કરાઇ

રાજકોટ : ગણેશ મહોત્સવ અંતર્ગત રાવલનગર 4/5ના ખૂણે પૂનમબેન ભાવિનભાઇ ગોહેલને ત્યાં માટીના ગણપતિ બનાવી તેની સ્થાપના કરાઇ હતી. માટીના ગણપતિ બનાવવામાં ગાયત્રી પરિવાર મોરબી હાઉસ શાળાના સંચાલક તરુણભાઇ પંડ્યા અને નિરંજનાબેન પંડ્યાનો સહયોગ મળ્યો હતો. માટીના ગણપતિને ઘરમાં જ વિસર્જન કરવામાં આવે છે.

સેવા, સંસ્કાર, શિસ્ત અને સમર્પણ એ શિશુ મંદિરનાં અલંકારો છે : અપૂર્વમુનિ સ્વામી

રાજકોટ : વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા તાજેતરમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં યજમાનપદે યોજાયો હતો. બીએપીએસ સંત અપૂર્વમુનિએ વિદ્યાભારતીની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવતા અને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, સેવા, સમર્પણ, સંસ્કાર, શિસ્તનો સંગમ એટલે વિદ્યાભારતી સંલંગ સરસ્વતી વિદ્યામંદિરનાં સંકુલો. મુખ્યમંત્રી રૂપાણીએ વિદ્યાભારતી વિદ્યાલયના શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર, વિશેષ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓ SSC-૨૦૧૮માં બોર્ડમાં સો ટકા પરિણામ લાવનાર વિદ્યાલયોનું સન્માન કર્યું હતું.

એરપોર્ટના જવાનો, અધિકારીઅોની સફાઇ ઝુંબેશ

રાજકોટ : કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ ઇકાઇ રાજકોટ એરપોર્ટના જવાનો અને અધિકારીઓએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભોમેશ્વર ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરી સફાઇ કાર્ય કરી લોકોને સ્વચ્છા અને સફાઇનો સંદેશ આપ્યો હતો. ઇકાઇ રાજકોટના જવાનો દ્વારા સમયાંતરે શહેરના અલગઅલગ વિસ્તારોમાં સફાઇ કાર્ય કરવામાં અાવે છે.

શ્યામવાડી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

રાજકોટ : સ્વ. હરિલાલ કચરાભાઇ ખોલિયા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તા. 16મીથી 22મી સુધી શ્યામવાડી, ભક્તિનગર સર્કલ ખાતે આયોજન કરાયું છે. વ્યાસાસને શાસ્ત્રીજી જનકભાઇ મહેતા બિરાજશે.

રાજકોટ : રાજકોટ ધમ્મકોટ ખાતે આગામી વિપશ્યના દસ દિવસીય શિબિર તા. 26મીથી 7 ઓક્ટોબર દરમિયાન અને 10 ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર દરમિયાન યોજાશે.નામ નોંધાવવા તથા વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર, ભાભા ડાઇનિંગ હોલ, પંચનાથ રોડ રાજકોટ ખાતે સંપર્ક કરવો. વધુમાં વધુ લોકો આ શિબિરનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

રાજકોટ, રવિવાર, 16 સપ્ટેમ્બર, 2018

હવે મળીશું આ સરનામે

મુખ્ય અોફિસ : દિવ્ય ભાસ્કર ઓફિસ, જાસલ કોમ્પ્લેક્સ, 5મો માળ, નાણાવટી ચોક, 150, ફૂટ રિંગ રોડ, રાજકોટ, અથવા

તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી divyabhaskarrajkot@gmail.com

પર ફોટો સાથે વિગત મોકલી અાપો

| 9

Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
X
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
Rajkot - પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આજે રાશનકિટ અર્પણ થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App