બાઇકના હપ્તા ચડી જતાં એસિડ પી યુવકનો આપઘાતનો પ્રયાસ

કોઠારિયા રોડ પરની કેદારનાથ સોસાયટીમાં રહેતા સંદિપ રમેશભાઇ ટંકારિયા (ઉ.વ.28)એ આર્થિક ભીંસથી કંટાળી હરિધવા રોડ પર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - બાઇકના હપ્તા ચડી જતાં એસિડ પી યુવકનો આપઘાતનો પ્રયાસ
કોઠારિયા રોડ પરની કેદારનાથ સોસાયટીમાં રહેતા સંદિપ રમેશભાઇ ટંકારિયા (ઉ.વ.28)એ આર્થિક ભીંસથી કંટાળી હરિધવા રોડ પર એસિડ પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં મોટો સંદીપ ગોંડલ રોડ પર સાંઢિયાપુલ નજીક કારખાનામાં કામ કરે છે અને તેણે ફાઇનાન્સમાંથી બાઇક ખરીદ કર્યું હતું, તેના ત્રણ હપ્તા ચડી જતાં ઉઘરાણીના ફોન આવતાં હોવાથી કંટાળીને કારખાનેથી ઘરે જતી વખતે હરિધવા રોડ પર એસિડ પી લીધું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

X
Rajkot - બાઇકના હપ્તા ચડી જતાં એસિડ પી યુવકનો આપઘાતનો પ્રયાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App