આવકવેરાનો સરવે પૂરો, 3.75 કરોડનું ડિસ્કલોઝર

રાજકોટ આવકવેરા વિભાગે શુક્રવારે કરચોરો પર હાથ ધરેલી તપાસ શનિવારે પૂરી થઈ છે.તપાસના અંતે 3.75 કરોડ રૂપિયાનું...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - આવકવેરાનો 
 સરવે પૂરો, 3.75 
 કરોડનું ડિસ્કલોઝર
રાજકોટ આવકવેરા વિભાગે શુક્રવારે કરચોરો પર હાથ ધરેલી તપાસ શનિવારે પૂરી થઈ છે.તપાસના અંતે 3.75 કરોડ રૂપિયાનું ડિસ્કલોઝર જાહેર થયું છે. આવકવેરા વિભાગે સતત ત્રણ દિવસ સુધી ઉદ્યોગપતિ, ફિશરીઝના ધંધાર્થીઓ અને બિલ્ડર તેમજ વેપારી પર સરવે કર્યો હતો. આ તમામ સ્થળોએથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડાઈ છે. શુક્રવારે આવકવેરા વિભાગે સાંનિધ્ય બિલ્ડર, રાજદાણ કેટલ ફિડ, સ્વસ્તિક ફાઇનાન્સ એમ ત્રણ સ્થળોએ તપાસ કરી હતી. જે તપાસના અંતે અનુક્રમે બિલ્ડર પાસેથી 3 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે.

રાજદાણ કેટલ ફિડમાંથી 40 લાખ અને સ્વસ્તિક ફાઈનાન્સ પાસેથી ટેક્સ પેટે 35 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગના ધ્યાને આવ્યું છે કે, કોર્પોરેટ કંપની અને વ્યક્તિગત કરદાતા એડવાન્સ ટેકસ ભરતા નથી. તેમજ ચોપડે ઓછો નફો બતાવી ટેક્સ ચોરી કરે છે. આ પ્રકારની દરેક ક્ષેત્રમાં ચોરી થતી હોવાની આવકવેરા વિભાગને બાતમી મળી છે. જેના આધારે હાલ આવકવેરા વિભાગે કરચોરી પકડવા કવાયત હાથ ધરી છે.

X
Rajkot - આવકવેરાનો 
 સરવે પૂરો, 3.75 
 કરોડનું ડિસ્કલોઝર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App