સિઝનલ ફ્લૂથી વેરાવળના વૃદ્ધનું મોત, વધુ 2 કેસ પોઝિટિવ

સૌરાષ્ટ્રમાં સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઈન ફ્લૂને લીધે આજે વેરાવળના 60 વર્ષના વૃદ્ધે દમ તોડતાં માત્ર 4 દિવસમાં 2 મોત...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:25 AM
Rajkot - સિઝનલ ફ્લૂથી વેરાવળના વૃદ્ધનું મોત, વધુ 2 કેસ પોઝિટિવ
સૌરાષ્ટ્રમાં સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઈન ફ્લૂને લીધે આજે વેરાવળના 60 વર્ષના વૃદ્ધે દમ તોડતાં માત્ર 4 દિવસમાં 2 મોત નીપજ્યાં છે, જ્યારે 2 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સ્વાઈન ફ્લૂ (સિઝનલ ફ્લૂ)ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શનિવારે બપોરે 12.30 કલાકે સિવિલ દાખલ થયેલા વેરાવળ (સોમનાથ) ના વતની 60 વર્ષના વૃદ્ધનું ફ્લૂને કારણે મોત થયું છે. જો કે રિવ્યૂ કમિટી આ કેસ ને પણ તાપસ કરી ખરેખર ફ્લૂથી મોત છે કે નહીં તે તપાસ કરશે. બીજી તરફ આ રોગના વધુ 2 દર્દીઓ સામે આવ્યા છે. રાજકોટ શહેરના પંચનાથ પ્લોટના 58 વર્ષીય પુરુષને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમનાથ વેરાવળની 30 વર્ષીય યુવતી પણ તે જ ખાનગી હોસ્પિટલમાં હતા અને તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ દર્દી 17 અને 2 મોત થયા છે.

X
Rajkot - સિઝનલ ફ્લૂથી વેરાવળના વૃદ્ધનું મોત, વધુ 2 કેસ પોઝિટિવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App