તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં ઇન્ટરનેશનલ સુજોક કોન્ફરન્સનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં ઇન્ટરનેશનલ સુજોક કોન્ફરન્સનો પ્રારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

સૌરાષ્ટ્રયુનિવર્સિટીની પ્રો.પાર્થ જેવુંચેર અને ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત ઇન્ટરનેશનલ સુજોક કોન્ફરન્સનો શનિવારે ચૌકીધાણી ખાતે પ્રારંભ થયો હતો જેમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સુજોક થેરાપી દ્વારા સ્વસ્થ ભારતનું સ્વપ્ન ખરેખર સાકાર થઇ શકે તેમ છે.

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં 12 દેશના 50 જેટલા ડેલિગેટ્સ અને દેશના 23 રાજ્યોના 350 ડેલિગેટસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન સત્રમાં ઉપસ્થિત રહેલા ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશનના ગ્લોબલ પ્રેસિડેન્ટ ડો.મીનચુલ પાર્ક, વાઇસ પ્રેસિડેન્ટ ડો.મીંગ્યુ પાર્ક, ભારતીય એકમના પ્રેસિડેન્ટ ડો.શંકર ટીએસઆર મોહન સેલવાની, યુજીસી એચઆરડીસીના ડાયરેકટર ડો.કલાધર આર્ય સહિતનાઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સુજોક થેરાપી વિશે માહિતી આપી હતી. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સોમવારે સવારે 10થી 5 સુધી સુજોક થેરાપીનો ફ્રી ટ્રીટમેન્ટ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે.

શું છે સુજોક થેરાપીω

સુજોકથેરાપી ટ્રીટમેન્ટને ગુજરાતમાં લાવનારા હિમાંશુભાઇ મોદીએ જણાવ્યું હતું કે 12થી વધુ દેશોના તબીબો વર્ષોથી સુજોક થેરાપી કરે છે. સુજોક થેરાપી એવી પધ્ધતિ છે જેમાં કોઇપણ પ્રકારના રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી,માત્ર હાથ-પગના પંજા પર જુદા-જુદા પ્રકારની સારવાર આપી શરદીથી માંડીને કેન્સર, એઇડ્સ, હાઇ બી.પી. જેવા ગંભીર રોગોમાં અસરકારક પરિણામ મેળવી શકાય છે. તેમાં મેગ્નેટ અને બારીક સોયનો ઉપયોગ કરવામાં આવે છે.

વિદેશના 50 અને દેશના 350 ડેલિગેટ ઉપસ્થિત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો