તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કૂવો ગાળવા માટે ભૂસ્તર જળ કચેરી રિપોર્ટ આપતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૂવો ગાળવા માટે ભૂસ્તર જળ કચેરી રિપોર્ટ આપતી નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફરિયાદ સંકલન સમિતિમાં પ્રશ્ન રજૂ કરાયો

રાજકોટજિલ્લામાં કૂવો ગાળવા માંગતા ખેડૂતોને અપાતી બે ગૂંઠા જમીનનો રિપોર્ટ ભૂસ્તર જળશાસ્ત્રી દ્વારા આપવામાં અાવે છે. પરંતુ છેલ્લા 10 માસથી કચેરી દ્વારા કોઇપણ ખેડૂતને રિપોર્ટ આપવામાં આવ્યો નથી તેવી રજૂઆત જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ફરિયાદ સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

પ્રમુખે એવી રજૂઆત કરવામાં અાવી હતી કે,કૂવો ગાળવા માગતા ખેડૂતોને બે ગૂંઠા જમીન ભૂસ્તર જળસંપત્તિ યુનિટ દ્વારા આપવામાં આવે છે. માટે રાજકોટના આજીડેમ પાસે આવેલી ભૂસ્તર જળશાસ્ત્રી કચેરી દ્વારા ખેડૂતોને રિપોર્ટ આપવાનો હોય છે. રિપોર્ટ કચેરી દ્વારા ખેડૂતોને છેલ્લા દસ માસથી આપવામાં આવ્યો નથી. મુદ્દે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં છેલ્લા બે વખતથી પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા પછી કચેરી દ્વારા કચેરીમાં તાંત્રિક સ્ટાફનો અભાવ હોવાથી રિપોર્ટ આપી શકાતો હોવાનું અને સ્ટાફની ફાળવણી બાદ કાર્યવાહી થશે તેવો પ્રત્યુત્તર અપાયો છે. પણ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી તાંત્રિક સ્ટાફની ફાળવણી કરવામાં આવી નથી ત્યારે ખેડૂતોએ કુવો ગાળવા હજી કેટલો સમય રાહ જોવી પડશે કચેરી દ્વારા અન્ય કોઇ વ્યવસ્થા શા માટે કરવામાં આવતી નથીω તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ફરિયાદ સંકલન સમિતિમાં ભૂસ્તર જળ કચેરીનો પ્રશ્ન હોવા છતાં કચેરીના કોઇ જવાબદાર અધિકારી હાજર નહીં રહેતા તે અંગે તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો