તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વેપારી પર ગ્રાહક લઇ જવાના મુદ્દે 4નો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારી પર ગ્રાહક લઇ જવાના મુદ્દે 4નો હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક યુવતી અને યુવાને ઝેરી દવા પીધી

લાખાજીરાજરોડ પર ગ્રાહક લઇ જવાના મુદ્દે એક વેપારી પર ગત શુક્રવારે બાજુમાં દુકાન ધરાવતા વેપારી સહિત ચાર શખ્સોએ હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. એ-ડિવિઝન પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર રામનાથપરાના હુશેનીચોકમાં રહેતા અને લાખાજીરાજ રોડ પર ઓમ સિલેક્શન નામની દુકાન પાસે ઊભા રહીને વેપાર કરતા ઇમરાન જુમાભાઇ તાણિયા (ઉ.વ.28)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત શુક્રવારે સાંજના 6.30 કલાક આસપાસ ધંધાના સ્થળે હતા ત્યારે નોનભાઇ, ફોજી, વિઠ્ઠલભાઇ અને હિરાભાઇ નામના શખ્સો ધસી આવ્યા હતા અને ‘ગ્રાહકો કેમ ખેંચી જાય છે’ તેમ કહી લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. જેમાં ઇમરાનને માથાના અને વાસાના ભાગે ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ સુરેશભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય એક બનાવમાં જામનગર રોડ પર રહેતા કિશોરભાઈ મંગુભાઈ લાખાણી નામના 40 વર્ષના યુવાને શનિવારે વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત પોપટપરા શેરી નં.16/1માં રહેતી 30 વર્ષની યુવતી દિપુબેન છગનભાઈ ગૌસ્વામીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા સિવિલમાં દાખલ કરવામાં આવી છે. બન્ને ઘટના સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો