તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગ્રામપંચાયતને બદલે નગરપાલિકા મળે તો શાપર વેરાવળમાં વિકાસકામ થાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામપંચાયતને બદલે નગરપાલિકા મળે તો શાપર-વેરાવળમાં વિકાસકામ થાય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાપરઅને વેરાવળની અલગ-અલગ ગ્રામપંચાયતો છે. બંને ગામની મળીને વસ્ત 30 હજારથી વધારે છે. બંને ગામની નગરપાલિકા કરવામાં આવે તો વિકાસની ગતિ તેજ થઇ શકે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી વર્ષે લાખો રૂપિયાની રેવન્યૂ અને વ્યવસાય વેરાની વસૂલાત કરનાર બન્ને ગ્રામપંચાયત પાસે કરોડો રૂપિયાનુ ફંડ એકત્ર થઇ ગયું છે. સરકારના નિયમ મુજબ ગ્રામપંચાયત 50 હજાર રૂપિયાથી વધુના વિકાસ કામો પોતાની રીતે કરી શકે નહીં. નિયમના કારણે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એકત્ર કરેલી વેરાની આવકમાંથી વિકાસ કામોનો સ્વાદ ઉદ્યોગપતિઓ લઇ શકતા નથી. વિકાસ સંદર્ભે ગ્રામપંચાયતોની મર્યાદા શાપર-વેરાવળને નડી રહી છે.

શાપર અને વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નાના મોટા 3500થી વધુ કારખાનાં ધમધમી રહ્યા છે. ઉપરાંત 400થી વધુ નાની મોટી દુકાનો છે. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી દર વર્ષે ગ્રામ્ય પંચાયત દ્વારા વ્યવસાય વેરો અને રેવન્યૂની વસૂલાત કરવામાં આવે છે. શાપર અને વેરાવળ ગ્રામપંચાયતને વર્ષે 5.34 કરોડ રૂપિયાની વ્યવસાય વેરો અને રેવન્યૂની વસુલાત કરવાની થાય છે. રકમમાંથી બન્ને ગ્રામ પંચાયત 40 ટકા જેવી રકમની વસૂલાત કરી શકે છે. આમ વર્ષે બે કરોડ રૂપિયાથી વધુની આવક બન્ને પંચાયતો છે. રાજ્ય સરકારના નિમય મુજબ ગ્રામપંચાયત 50 હજાર રૂપિયાથી વધુનો વિકાસ ખર્ચ પોતાની મેળે કરી શકતી નથી. આવા નિયમના કારણે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વિકાસ કામો થઇ શકતા નથી અને ઉદ્યેાગપતિઓએ આપેલી વેરાની રકમ ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે.

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા તમામ કારખાનાના માલિકોએ સરકાર દ્વારા પીવાનું પાણી, ભૂર્ગભ ગટર, સ્ટ્રીટલાઇટ, ફાયર ફાઇટર, કામદારો માટે આરોગ્યની સુવિધા કે કામદારોના બાળકોને શિક્ષણની સુવિધા આપવામાં આવતી નથી. વર્ષે કરોડો રૂપિયાનો વેરાની વસૂલાત કરવામાં આવે છે, પરંતુ સરકાર કે ગ્રામપંચાયત કોઇ પણ જાતની સુવિધા આપતી નથી. બન્ને ગામમાં 10 દિવસે એક વખત પીવાનું પાણી સરકાર આપે છે, તેમજ માત્ર ગામમાં ભૂર્ગભ ગટરની સુવિધા આપવામાં આવી છે. સરકારને જો સુવિધા આપવામાં રસ હોય તો જે વેરાની વસૂલાત થાય છે તે બંધ કરવી જોઇએ તેવી ઉદ્યેાગપતિઓની લાગણી છે.

બન્ને ગ્રામપંચાયત પાસે કરોડોની આવક

શાપરગ્રામ્ય પંચાયતને દર વર્ષે વ્યવસાય વેરાની 1.25 કરોડ રૂપિયા અને રેવન્યૂની 64 લાખની વસૂલાત કરવાની થાય છે, જ્યારે વેરાવળને વ્યવસાય વેરાની 70 લાખ અને રેવન્યૂની 2.75 કરોડની વસૂલાત કરવાની હોય છે. બન્ને ગ્રામ પંચાયતને વર્ષે કરોડો રૂપિયાની આવક હોવા છતાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક પણ સુવિધા આપવામાં આવતી નથી. ગ્રામપંચાયતની વિકાસ કામ કરવાની મર્યાદાના કારણે કરોડો રૂપિયાનુ ફંડ પડ્યું રહે છે અથવા ખોટા ખર્ચ પાછળ વપરાય છે.

વેરાની કરોડો રૂપિયાની આવક પણ નિયમ મુજબ રકમ વાપરી શકતા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો