તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દાઉદી વ્હોરા સમાજ દ્વારા ડો. સૈયદનાનું એરપોર્ટ પર સ્વાગત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ડો. સૈયદનાનું એરપોર્ટ પર સ્વાગત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાઉદીવ્હોરા સમાજના 53માં ધર્મગુરુ ડો. સૈયદના આલિકદર મુફદલ સૈફુદ્દીન સાહેબ સૌરાષ્ટ્રના 6 દિવસના પ્રવાસે આવી પહોંચતા શનિવારે સવારે 11.40 વાગ્યે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બાદમાં રેસકોર્સ કવિ રમેશ પારેખ ઓપન એર થિએટર ખાતે ઊભા કરાયેલા વિશાળ સમિયાણામાં સત્કાર સમારોહ યોજાયો હતો.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના રાજકોટ આગમનને પગલે દાઉદી વ્હોરા સમાજમાં હરખની હેલી ઊઠી હતી. હજારો ભાવિકો તેમના દિદાર માટે ઊમટી પડ્યા હતા.

ડો. સૈયદના સાહેબને રાજ્ય સરકારે સ્ટેટ ગેસ્ટ જાહેર કર્યા હોય એરપોર્ટ પર અધિક નિવાસી કલેક્ટર વોરા તેમજ શેખ યુસુફભાઇ તેમજ ચાર આમીર સાહેબો દ્વારા સ્વાગત કરાયું હતું. 11.50 વાગ્યે તેઓ રેસકોર્સ પહોંચ્યા હતા. 12 થી 12.25 સુધી તેમણે પોતાના અનુયાયીઓને દર્શન આપ્યા હતા.

જામનગર રોડ પર પરાપીપળિયા પાસે બની રહેલા એમ.એસ.બી. એજ્યુકેશન ઇન્ડિસ્ટયૂટના ઉદ્દઘાટન માટે તેઓ ફરી રાજકોટ આવશે તેવું વચન આપ્યું હતું. સમયે મૌલા, મૌલાના નાદથી મેદાન ગૂંજી ઊઠ્યું હતું. તેમણે કરબલામાં ઇમામ હુસેનની શહાદતનું વર્ણન કરતા માતમનો કોહરામ મચી ગયો હતો.

રાજ્ય સરકાર દ્વારા તેમને સુરક્ષા માટે કમાન્ડો તેમજ પોલીસ પાઇલોટિંગ ફાળવવામાં આવ્યું છે. જો કે ધર્મગુરુની સુરક્ષા માટે બુરહાની ગાર્ડ તૈનાત હોય છે. આવા મુંબઇ, અમદાવાદ, રાજકોટ, જામનગરના 100 ગાર્ડ આજે હાજર હતા. ડો. સૈયદના સાહેબે શનિવારે ગોંડલ ખાતે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું. રવિવારે કાલાવડ ખાતે તેઓ મસ્જિદનું ઉદ્દઘાટન કરશે. સોમ અને મંગળ તેઓ જામનગર ખાતે ઉર્સમાં હાજરી આપશે. બુધવારે મોરબી, વાંકાનેર ખાતે જિયારતમાં હાજરી આપશે.

રેસકોર્સમાં સત્કાર સમારોહમાં હજારો ભાવિકો ઊમટ્યા, સર્વોચ્ચ ધર્મગુરુએ ફરી રાજકોટ આવવા માટે વચન આપ્યું

ડો.સૈયદના સાહેબના સત્કાર સમયે રેસકોર્સ મેદાન મૌલા-મૌલાનાના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.

રાજ્ય સરકારે સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપી સન્માન્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો