તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધો.12 કોમર્સની પરીક્ષાનું પેપર પણ સહેલુ નીકળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12 કોમર્સની પરીક્ષાનું પેપર પણ સહેલુ નીકળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.12 કોમર્સમાં શનિવારે સેક્રેટરિયલ પ્રેકટિસ અને વાણિજ્ય પત્રવ્યવહારનું પેપર એકંદરે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. બોર્ડના પેપર સેટર દ્વારા પ્રથમ વખત પત્ર વ્યવહારના તમામ પ્રકરણોમાંથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આંકડાકીય પ્રશ્નો દર વર્ષે 10 થી 12 ગુણના પૂછવામાં આવે છે તેના બદલે વર્ષે માત્ર 3 ગુણના પૂછવામાં આવ્યા હતા.

અખબારના તંત્રીને ફરિયાદ પત્ર લખવાનો પ્રશ્ન પૂછાયો

^એસ.પી.અને વાણિજ્ય પત્રવ્યવહારના પેપરમાં દર વર્ષે મહાનગરપાલિકાને સફાઇ કે અન્ય બાબતે પત્ર લખવાનો પ્રશ્ન પૂછાતો હતો પરંતુ વર્ષે પ્રથમ વખત પેપર સેટરે તેમાં ફેરફાર કર્યો હતો અને મહાનગરપાલિકામાં કચરાનો ગંજ દૂર કરવા તમે જે ફરિયાદ કરી છે તેનો ઉકેલ આવ્યો હોય વર્તમાન પત્રના તંત્રીને ફરિયાદ કરતો પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જ્યારે તફાવત ડિવિડન્ડના પ્રશ્નો સરળ પૂછાયા હતા. એકંદરે પેપર ખૂબ સરળ હોય નબળો વિદ્યાર્થી પણ આસાનીથી પાસ થઇ શકશે. > દીપકભાઇનથવાણી,શિક્ષક, જે.જે.મહેતાહાઇસ્કૂલ

એસપી અને વાણિજ્ય પત્રવ્યવહારના પેપરમાં તમામ પ્રકરણમાંથી પહેલો પ્રશ્ન પૂછાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો