તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આવકવેરા વિભાગનો 7 પેઢીમાં સરવે, 1 કરોડનુ કાળુંનાણું મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવકવેરા વિભાગનો 7 પેઢીમાં સરવે, 1 કરોડનુ કાળુંનાણું મળ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધીદરમિયાન મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટમાં 500 અને 1000ની નોટ જમા કરાવ્યા બાદ હવે આઇટી વિભાગે નોટનો હિસાબ માંગવાનુ શરૂ કર્યું છે. રાજકોટમાં વધુ બે પેટ્રોલપંપમાં અને બે પેઢીમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. ઉપરાંત મોરબીમાં બે અને એક ઉપલેટામાં પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. 3 પેઢીમાંથી અંદાજે એક કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયું હતું, એક પેઢીમાંથી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ પેઢીમાં સરવેની કામગીરી ચાલુ છે.

નોટબંધીના સમય દરમિયાન રૂ.500 અને 1000ની નોટ સ્વીકારવાની પેટ્રોલપંપ માલિકોને છૂટ આપવામાં આવી હતી. લોકોની સુવિધા માટે અપાયેલી છૂટનો અનેક પેટ્રોલપંપ સંચાલકોએ ગેરલાભ લીધો હતો અને કરોડોનું કાળુંનાણું ધોળું કરવાના કારસા થયા હતા. પણ, હવે પેટ્રોલપંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઇન્વેસ્ટિગેશન વિંગની ટીમે રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલા જય સોમનાથ પેટ્રોલિયમ અને રાજકોટ ગોંડલ હાઇવે પર સ્થિત લાભ પેટ્રોલિયમમાં સરવેની કામગીરી શનિવારે બપોરથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવે નોટબંધીના સમયથી પેટ્રોલ પંપમાં સરવેની કામગીરી શરૂ કરી હતી, જેના પગલે સમગ્ર દેશમાં હવે પેટ્રોલ પંપમાં સરવે ચાલી રહ્યા છે. આવકવેરા વિભાગની રેન્જ-2ના અધિકારીઓએ રાજકોટમાં પેલેસ રોડ ખાતે ગોપાલ ઘીની એજન્સી ધરાવતી પેઢી બાલવી ટ્રેડર્સ અને રૈયા રોડ પરની કાનાબાર એન્ટરપ્રાઇઝમાં સરવે હાથ ધરાયો હતો. સરવેના અંતે બાલવી ટ્રેડર્સમાંથી 12 લાખનું ડિસ્કલોઝર જાહેર થયું છે, કાનાબાર એન્ટરપ્રાઇઝમાંથી દસ્તાવેજ જપ્ત કરાયા છે. ઉપલેટામાં રેન્જ 1ની ટીમ દ્વારા એક પેટ્રોલપંપમાં તપાસ ચાલી રહી છે. મોરબીમાં કમલેશ ગેસ એજન્સીમાંથી 70 લાખ અને ગણેશ મિનરલમાંથી 21 લાખ રૂપિયાનું ડિસ્કલોઝર તપાસના અંતે જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી અને ઉપલેટાની પેઢીઓમાં પણ તપાસ કરાઇ હતી

રાજકોટમાં વધુ બે પેટ્રોલપંપમાં ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો