તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ રેલવે સ્ટેશન પર 24 કલાક વાઇફાઇ સુવિધાનો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ રેલવે સ્ટેશન પર 24 કલાક વાઇફાઇ સુવિધાનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

વેસ્ટર્નરેલવેના રાજકોટ, સુરત, ઇન્દોર ત્રણ રેલવે સ્ટેશન પર 24 કલાક વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરવાની યોજનાનું શનિવારે સાંજે 4 વાગ્યે રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ મુંબઇના કુર્લા રેલવે સ્ટેશન પર ઉદ્દઘાટન કર્યું હતું. રાજકોટ જંકશનના પાંચ પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ, રિઝર્વેશન ઓફિસ, પાર્કિંગ એરિયા સહિત સમગ્ર સ્ટેશન પર હવે વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ થઇ ચૂકી છે.

26 મશીન મૂકાયા

યાત્રિકોનીસુવિધા રાજકોટ રેલવે દ્વારા સમગ્ર રેલવે સ્ટેશન પર 25 તેમજ રિઝર્વેશન ઓફિસ ખાતે 1 મળી કુલ 26 વાઇફાઇ મશીન મૂકવામાં આવ્યા છે. બે માસથી તેનું ટેસ્ટિંગ પણ ચાલુ હતું. શનિવારે સાંજે 4 વાગ્યાથી યાત્રિકોને સુવિધા ઉપલબ્ધ થઇ ચૂકી છે.

રીતેમળશે સુવિધા

સ્માર્ટફોન પર નેટવર્ક સર્ચ કરવાથી રેલ વાયર લખેલું આવશે જે સિલેક્ટ કરતા મોબાઇલ નંબર ટાઇપ કરવાથી વન ટાઇમ પાસવર્ડ આવશે, જે નાખવાથી વાઇફાઇ શરૂ થઇ જશે. સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે તેમ સિનિયર ડી.સી.એમ. રવિન્દ્ર શ્રી વાસ્તવે જણાવ્યું હતું.

દેશના કુલ 400 રેલવે સ્ટેશન પર આવી સુવિધા શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો