• Gujarati News
  • National
  • નેશનલ લાઇબ્રેરિયન્સ દિને વીવીપીમાં 15 વિદ્યાર્થીઓને બેસ્ટ યુઝર એવોર્ડ

નેશનલ લાઇબ્રેરિયન્સ દિને વીવીપીમાં 15 વિદ્યાર્થીઓને બેસ્ટ યુઝર એવોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વી.વી.પી.નોલેજ સેન્ટર દ્વારા લાઇબ્રેરી સાયન્સના ભીષ્મ પિતામહ ડો.એસ.આર.રંગનાથનના જન્મદિન અને નેશનલ લાઇબ્રેરિયન્સ ડે નિમિત્તે લાઇબ્રેરીનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરનારા ટોપટેન 15 વિદ્યાર્થીઓને બેસ્ટ યુઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સાથોસાથ ત્રણ ટીચિંગ સ્ટાફ અને ત્રણ નોન ટીચિંગ સ્ટાફને પણ સન્માનિત કરાયા હતા.

ચીફ લાઇબ્રેરિયન ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, 12 ઓગસ્ટ 1892ના રોજ મદ્રાસમાં સામાન્ય કુટુંબમાં જન્મેલા ડો.એસ.આર.રંગનાથનની આજે 125મી જન્મજયંતી છે.

ત્રણ ટીચિંગ અને ત્રણ નોન ટીચિંગ સ્ટાફનું પણ કરાયું સન્માન

અન્ય સમાચારો પણ છે...