• Gujarati News
  • National
  • લોકમેળામાં પ્રથમ દી\'એ 3 લાખથી વધુ લોકો ઊમટ્યાં

લોકમેળામાં પ્રથમ દી\'એ 3 લાખથી વધુ લોકો ઊમટ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારેસકોર્સના મેદાનમાં દર વર્ષે યોજાતા વાઇબ્રન્ટ લોકમેળો રવિવારે સવારે 11 વાગ્યે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી.

પ્રાંત અધિકારી પ્રજ્ઞેશભાઇ જાનીએ જણાવ્યું હતું કે, પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ વાઇબ્રન્ટ લોકમેળાનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યા બાદ ડીઆરડીએના સ્ટોલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યારબાદ માહિતી ખાતાના ડિજિટલ ટેક્નોલોજી સ્ટોલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ફજત ફાળકામાં બેસીને તેની મોજ માણી હતી. બાદમાં નર્મદાના ડેમના પિકચરવાળા 3-જી સેલ્ફી ઝોનનું ઉદ્દઘાટન કર્યું હતું. જ્યાં સ્થળ પર સેલ્ફીની પ્રિન્ટ મળે તેવું પ્રથમ વખત લોકમેળામાં આયોજન કરાયું છે. સ્વાઇન ફ્લૂના હાઉં વચ્ચે પણ રવિવારે લોકો ઉત્સાહ અને ઉમંગભેર લોકમેળાની મોજ માણવા નીકળી પડ્યા હતા. સવારથી સાંજના સાત વાગ્યા સુધીમાં 40 હજાર લોકોએ મેળાની મુલાકાત લીધા બાદ રાતના 12 વાગ્યા સુધીમાં 3 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...