• Gujarati News
  • National
  • 835 સિનિયર ક્લાર્કની પરીક્ષામાં 48.65 ટકા ઉમેદવારો ગેરહાજર

835 સિનિયર ક્લાર્કની પરીક્ષામાં 48.65 ટકા ઉમેદવારો ગેરહાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

ગુજરાતગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે વિવિધ સરકારી કચેરીઓમાં 835 સિનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરમાં 48.65 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડો.એમ.આર.સગારકાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું અને તેમાં કુલ 27628 ઉમેદવારો નોંધાયા હતા અને તેમના માટે 102 બિલ્ડિંગમાં 923 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. નોંધાયેલા ઉમેદવારોમાંથી 14185 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 13443 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પેપર લાવવા અને લઇ જવા માટે 40 રૂટ ગોઠવવામાં આવ્યા હતા.

બપોરે 12 થી 2 સુધી ચાલેલી પરીક્ષામાં 200 ગુણનું પેપર લેવામાં આવ્યું હતું અને તેમાં 200 એમસીક્યુ પધ્ધતિના પ્રશ્નો પૂછાયા હતા. પેપર ઓવરઓલ સહેલું નીકળતા ઉમેદવારો ખુશખુશાલ થઇ ગયા હતા.આમ એકંદરે પેપર એકદમ સરળ નીકળ્યું હતું. જેના પગલે પરીક્ષાર્થીઓએ રાહત અનુભવી હતી. જો કે મોટાભાગના ઉમેદવારો સિનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ફરક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...